________________
પ્રબોધ ચિંતામણિ
[૬૩]
વિશ્રામ લેવાની ઇચ્છા કરે છે એવામાં નજીકમાં એક યજ્ઞનો વાડે તેણે દીઠો.
મંત્રથી પવિત્ર કરેલ પાણીના સિંચવા (છાંટવા)થી પૃથ્વીતળ જ્યાં ઠંડુ થયું છે, દેશાંતરના ઋત્વિજ (યજ્ઞના ગેર)ને અંદર લાવીને પગ ધોવાનું પાણી જ્યાં અપાય છે, અને એ દર સ્થાપન કરેલ યજ્ઞના સ્તંભની સાથે જ્યાં બાને બાંધ્યું છે એવા, યથાગ્ય શ્રુતિપાઠને માટે સભિપ્રાય બ્રાહ્મ
ના સમૂહવાળા, અડદ ઘી પ્રમુખ હેમવા લાયક વસ્તુના ભાજનો (વાસણો)થી શોભિત, ઉäડ સ્વભાવવાળા બ્રાહ્મણોના બાળકો બકરાને મારવાના અવસરની પ્રાર્થના કરી રહ્યા છે જેને વિષે એવા, વષકાર મહામંત્રના ઉચ્ચારના કેલાહલથી આકુલ થયેલા અને નિરંતર સળગાવેલા તા અગ્નિ (દક્ષિણાગ્નિ, હવનીયાગ્નિ અને ગાહે પત્યાગ્નિ, એ ત્રેતા અગ્નિ કહેવાય છે)ના ધૂમના સ્પર્શ કરી ઉલ્લાસ પામતા મનુષ્યવાળા યજ્ઞપાટકની અંદર પ્રવેશ કરીને વૈરીની શંકાથી ચારે તરસ્ફ નજર ફેકતી નિવૃત્તિએ માસ્વાને માટે બ્રાહ્મણવડે પ્રેક્ષણ કરતા (મંત્ર ભણીને પાણી છંટાતા) બકરાઓને જોયા. તે જોઈને નિવૃત્તિ વિચાર કરવા લાગી કે અરે ! આ નિરપરાધી પ્રાણીઓને અપરાધીની માફક આ બ્રાહ્મણો કેમ દુઃખ આપે છે ? અહે ! આ યજ્ઞપાટકમાં મત્સ્યગળાગળ ન્યાય (નાના માછલાને મોટું માછલું ગળી જાય, તેને વળી તેનાથી મેટું ગળી જાય. આને મત્સ્યગળાગળ ન્યાય કહે છે.) પ્રવર્તવા લાગે જણાય છે. અરે ! આ જગત પણ વિનાનું છે. જે આ વેદ સંબંધી મંત્રમાંજ અપૂર્વ શક્તિ છે, એમ આ