________________
પ્રબાધ ચિંતામણિ
[૨૧]
ભજે છે અને લીલા વિલાસાદિને સ્રીઓએ અગીકાર કર્યાં છે. એવી શરઋતુ શરદુકાળમાં શુ પ્રધાન નથી ? અર્થાત્ પ્રધાન છે. શેરડીમાં મીઠાશને, પાણીમાં નિમ ળપણાને, આકાશમાં પવિત્રપણાને અને રસ્તામાં કાદવની શુદ્ધિપણાને કરતી શરઋતુ, સાધુએના સમુદાયમાં ઉત્તમ ગુરુ જે ગુણ કરે છે તે ગુણુ આ લેાકમાં કરે છે.
ત અવસરે ત્રીશ વર્ષની ઉંમર થયે છતે અને માતપિતા પચત્વ પામ્યે છતે પદ્મનાભ ભગવાન સંયમ લેવાની ઇચ્છથી પુત્ર ઉપર રાજ્યભાર સ્થાપન કરશે. પછી ઈંદ્રો સર્હુિત દેવાએ દીક્ષાનો અભિષેક કર્યાંથી અને તર આગળ ત્રણ પ્રકારનાં વાજીંત્ર વાગવા પૂર્વક દેવતાવડે આકાશને અને મનુષ્યાવડે પૃથ્વીને અવકાશ વિનાની બનાવતા, અને નગરલાકથી ગુણ ગવાતા ભગવાન બ્મિ શિબિકામાં આરૂઢ થઇ નગરની અહાર ઉદ્યાનમાં આવશે. પછી શિખિકાથી હેઠા ઉતરી પાંચ પ્રકારના અલંકાર (૧ કેશાલંકાર, ૨ વસ્ત્રાલંકાર, ૩ પુષ્પાલંકાર, ૪ આભરણાલકાર, અને ૫ માલાલ કાર)નો ત્યાગ કરશે. પછી હાથ ઉંચા કરી ઇંદ્ર કોલાહલ નિવારશે. અટલે પ્રભુ સિદ્ધ ભગવાનને નમસ્કાર થાએ' એમ કહીને યાવતું જીવ સર્વ સાવદ્ય (સપાપ) યેાગા (વ્યાપાર)નો ત્યાગ કરવારૂપ ચારિત્ર અંગીકાર કરશે. ત્યારબાદ નિશ્ચળ, સ’ચમના સ્થાનથી પતિત નહીં થનારા, પેાતા અને બીજા ઉપર સમભાવવાળા, સર્વ જીવાના આધારભૂત ધૈર્યવાન, (છ કાયનું) રક્ષણ કરવાથી મનોહર, શીત વાત અને તાપના સમૂહને