________________
ગ્રંથકર્તાની પ્રશસ્તિ,
આચાર્યામાં શ્રેષ્ઠ ચારિત્રને ધારણ કરનાર અને ચારિત્રની ઉત્તમ નિળતાથી દેવાની શ્રેણીને દાસરૂપ કરનાર આ પૃથ્વી ઉપર આરક્ષિત નામે પ્રસિદ્ધ આચાર્ય થયા હતા. મિથ્યાદર્શનરૂપ અંધકારનો નાશ કરનાર તે આરક્ષિત આચાર્ય થીજ સમગ્ર સ્તવના કરવા લાયક સાધુએના સમુદાયથી આશ્રય કરાતા અંચળગચ્છ દુનિયા ઉપર પ્રસિદ્ધિ પામ્યા છે. તે આચાર્યાંના પટ્ટાનુકુચ નિમ ળ બુદ્ધિવાળા, પ્રમાદરૂપ શત્રુના સંહારને માટે મજબૂત કીત/ ખાંધેલા, હસ્તીની માફક ગતિવાળા, કળાવાન પુરુષાને પ્રિય, શ્રીઓના મનેહર કટાક્ષરૂપ ખાણેાના વિસ્તારથી અક્ષાભ્ય અને રાજાએથી જેના ચરણકમળ સ્તવાયેલા છે એવા મહેદ્રપ્રા નામના આચાર્ય થયા. વિનયમાં પ્રધાન અને શાસ્ત્રારૂપ સાનાની કસોટી તુલ્ય તેના શિષ્ય શ્રી જયશેખર નામના ઉત્તમ આચાયે ઉત્તમ અર્થના સારભૂત અને કલ્પેલા ઉત્તમ યુક્તિરૂપ તરંગાથી જાણી શકાય તેવા આ પ્રાધ ચિંતામણિ નામને ગ્રથ ચેલે છે, જે માક્ષનગરીના રથ ઉત્તમ સમ્યક્ત્વ આપવાવાળા થાઓ. સ્તંભના પાર્શ્વનાથથી ભૂષિત ખંભાયત નગરને વિષે શ્રીમાન, જયશેખરસૂરિએ વિક્રમ સવત ૧૪૬૨માં આ પ્રોધ ચિંતા મણિ ગ્રંથ બનાવ્યે છે.