________________
[ ર૪૮ ]
પ્રબોધ ચિંતામણિ મનપ્રધાને વિવેકને કહ્યું કે “હે વત્સ! સાંભળ. (હું જાણુ છું કે આ પ્રમાણે મારે વિષે તારૂં સ્વાભાવિક વાત્સલ્યપણું છે, પણ દુઃખે નિવારી શકાય તેવે મેહ પણ મારે ઘણુ વખતને પરિચિત છે અને તે મારી આગળ મરણ પામે છતે હે પુત્ર! હવે મારે જીવવું તે ચુક્ત નથી. મેં પહેલાં મોહરાજાને વર્ચન આપ્યું હતું કે–તું જીવતે જીતે હું જીવીશ અને તું મરણ પામીશ તે તારી પાછળ હું મરણ પામીશ. માટે તે વચનને હું સત્ય કરવાને ઈચ્છ છું; તેથી જે તું રો આપે તે પાથેય (દેશાંતર જતાં રસ્તામાં ખાવાને બે રાક–ભાત)ની માફક તારી આપેલી શિક્ષાને હૃદયમાં રાખીને હું પીડારહિતપણુ અશિમાં પ્રવેશ કરૂં.”
- બાલ્યાવસ્થામાં વિવેકને તથા નિવૃત્તિને મન પ્રધાને કાઢી મૂક્યાં હતાં તે-અપેક્ષા મનમાં લાવીને તેનું આ વિચારવું છે.
(મનપ્રધાનનાં આવાં વચને સાંભળી વિવેક વિચાર કરે છે કે, “આ મનપ્રધાનને અસ્ત (નાશ) થવાથી નિર્ચ મને લાભ થશે, તે વિદ્યમાન હોવાથી મને લાભ થશે નહીં માટે તેનું કહેવું કબુલ કરવું ઠીક છે.” એ નિશ્ચય કરીને વિવેકે તેને કહેવું બહુ માનપૂર્વક અંગીકાર કર્યું. પછી ભાવતીર્થમય પવિત્ર એવા બારમા ગુણસ્થાનકને વિષે વિવેકે કુંડની માફક ક્ષાયિક ભાવને શુદ્ધ કર્યો. ત્યારપછી પાંચે અંતરાય, પ્રચલા (નિદ્રાને એક ભેદ) અને નિદ્રા પ્રમુખ કર્મ પ્રકૃતિ રૂપ કાષ્ઠ હોમવાવડે તેણે શુકલધ્યાનરૂપ અગ્નિને