________________
પ્રબંધ ચિંતામણિ
[૧૧] શ્રીમત્ યશેખરસૂરીશ્વરવિરચિત શ્રીપ્રબંધચિંતામણિ ગ્રંથને વિષે પરમાત્મવર્ણનરૂપ પ્રથમ પીઠબંધાધિકાર સમાપ્ત
થયો.
આજે અધિકાર. આત્માને નિશ્ચયથી જે સ્વરૂપે કહેલો છે તે, (આત્મા) સચેતન છતાં પણ તેનું માયાને વશ થવું, તેથી (માયાને વિષે આત્માનું આસક્ત થવાથી) અતિ દુઃખી થએલી સન્મતિનું ઉદાસીન થવું, માયાથી મેહ નામના પુત્રની ઉત્તિર માયા અને મનને વશ થવાથી અનેક દુઃખોનું સહન કરવું, નિવૃત્તિથી વિવેક પુત્રની ઉત્પત્તિ, મનનું તેને વિવેકને) દેશનિકાલ કરવાપણું, સર્વજ્ઞની સેવાથી તેને વિવેકને) રાજ્યની પ્રાપ્તિ, મેહના આદેશથી કામનું ત્રણ લેકને જીતવાપણું, તેનાથી (કામથી) ત્રાસ પામીને વિવેકનું અહંતને શરણે જવું, તેની (અર્હતની) સમક્ષ વિવેકે પિતાના વીરપણાનું દેખાડવું, દઢ પ્રેમવાળી કુમારી સંયમશ્રીની સાથે વિવેકનું પાણિગ્રહણ, તેથી બળની વૃદ્ધિ, યુદ્ધને માટે તેનું મેહની સન્મુખ જવું, યુદ્ધમાં સૂર્યની માફક વિવેકથી મહધકારનું હણાવું, મિહના નાશથી દુર્બળ થએલ મનને વિવેકનો પ્રતિબોધ, મનનું (શુલ ધ્યાનરૂપી) અગ્નિમાં હેમાવું થતાં ચેતનાનું પિતાના પતિ (આત્મા)ને ઉત્સાહ પમાડીને તેને ત્રણ જગતના નાયક કરવાપણું–આ સર્વ હું વૃદ્ધ વાકાને અનુસારે આ પ્રબોધચિંતામણિ ગ્રંથમાં કહીશ. બાળક પણ મોટા પુરૂષના હસ્તાવલંબનથી અટવીનો પાર પામે છે તેમ અટવીની