________________
[ ર૪
]
પ્રબેધ ચિંતામણિ
છતે જે યુદ્ધમાં તમારી સામે પોતાના બાહનું બળ વિસ્તારે ? (અર્થાત્ તમારા જે બીજે કઈ પણ નથી) હે સૂરિરાજ ! હે નિષ્કપટી! હે વિનયથી નમ્ર ચરણકમળવાળા ! હે સમગ્ર ઇચ્છિત વિભવ આપવામાં કલ્પવૃક્ષ તુલ્ય ! હે મિથ્યદષ્ટિના માર્ગનું મથન કરનાર! હે કંદર્પરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્ય તુલ્ય ! હે સુર કિનર અને મનુષ્યના સમૂહથી ગવાતા ગુણરૂપી મણિના સમુદ્ર! હે કરૂણાના આવેશથી કેમળ હૃદયવાળા ! હે જિનપતિની સેવાથી પ્રસાદ પામેલા હે વીર પુરુષને વિષે મુગટ તુલ્ય! અને હે વિરોના સમૂહને હરણ કરનાર વિવેકરાજા! આ જગતનું તમે નિરંતર રક્ષણ કરે.
આ પ્રમાણે નાના પ્રકારના છંદવડે બંદિવાનથી ગવાતું પુત્રનું પરાક્રમ સાંભળી વિવેકની માતા રોમાંચિત થઈ, તેથી તે પુત્રને કહેવા લાગી કે “હે વિવેક ! હે વત્સ ! મારી પ્રીતિરૂપ વેલડીને વિશ્રામ લેવાના મંડપ ! વાત્સલ્યના સમુદ્ર ! અને પ્રખ્યાત પ્રરાક્રમવાળા! તું ઘણો કાળ જીવ. તારા બળવાન બાહુની પૂજા, નેત્રની પૂંછના અને પરાક્રમનું અવતરણ હું વારંવાર કરું છું. ભવ્ય જીવોની માફક મારા સર્વ મનેર છે આજે સિદ્ધ થયા છે, અને મુક્તિની માફક મારા આત્માને હું આખા વિશ્વની ઉપર વર્તવાવાળા માનું છું. તારા જેવા એક પુત્રવડે હું સિંહણની માફક કેઈથી પણ પરાભવ પામું તેમ નથી. કેમકે (પરાક્રમ વિના) ઘણું પુત્રવાળી બીજી સ્ત્રીઓ તે કુતરીની માફક આચરણ