________________
[ ૨૪૨ ]
પ્રબંધ ચિતામણિ અકસ્માત મેહને મરણ પામેલ જોઈને તેની સર્વે પુત્રીઓ પણ “પિતા પિતા” એ પ્રમાણે બોલતી દવાની દવેટની માફક સૂકાઈ ગઈ. મહાન શત્રુ મિડ મરણ પામે છતે દેવેદ્રોએ વિવેકના મસ્તક ઉપર પુષ્પની વૃષ્ટિ કરી.
(વિવેકને જય શાથી બંદીવાન વિવેકની બીરૂદાવળી બોલે છે) હે નિરૂપમ મહિમાથી મનહર! હે હિમાચલના શિખરની માફક ઉજવળ યશના સમૂહવાળા ! હે ભરત ઐરવત અને મહાવિદહને વિષે મહાન પુરુષોને ઉત્પન્ન કરવાવાળા અને સભાના મનુષ્યોને વિચક્ષણ કરવાવાળા વિવેક ! તમે જ્યવાન થાઓ. જયવાન થાઓ. હે પ્રાણીએના સમૂહ ઉપર માતાની માફક વાત્સલ્ય રાખનાર ! હે અપાર મેહરૂપ અંધકારને નાશ કરવાને સૂર્ય સમાન છે હે રણમાં ધીર! હે અતિ પ્રિય વિવેક! દઢ વિપત્તિવાળા જગતના જીવેનું તમે પાલન કરો. (કેવળજ્ઞાનની) ઉત્પત્તિ પર્યત મધુર શ્રેષ્ઠતાના આધારભૂત, પુષ્પરાવર્ત મેઘ સમાન દાનના બળવાળા, દુર્ધર કિરણવાળા સૂર્યના સમૂહ સરખા પ્રકાશવાળા, જગતને આનંદકારક શ્રેષ્ઠ વચનની કળાવાળા, કળિકાળરૂપી ભયંકર સર્પ સમાન ઉદ્ધત બળ પુરુષાથી ભક્ષણ કરાતા સજજ્જનેને શરણ દેવાવાળા અને ભવભવના પરાભવ સંબંધી ભયને હરણ કરનારા આ વિવેક રાજાને, હે ભવ્ય જ! તમે શ. હે નકજ્યાં સુધી જિનશાસન રૂપ ઉદયાચળને આશ્રય કરીને અને નવા ઉદયને પામીને સૂર્યની માફક તમે મને આધીન કરનાર અત્યંત