________________
પ્રખેાધ ચિંતામણિ
( ૨૨૯ )
રૂપ છેઢી નાંખ્યું. કારણ કે આ માદવ ખીજાઓને વિષે કામળ છે પણ શત્રુને વિષે તે કરવતની જેવા કાર છે. ત્યારમાદ નિરાશી ભાવરૂપ શસ્ત્રને ધારણ કરતા આવ અને સતાષ નામના સુભટા એકત્વતા (એકપણાની ભાવના) અને અકિંચનતા (પુલિક કાંઈ પણ વસ્તુ રાખવી નહીં તે) નામના અશ્વ ઉપર (અનુક્રમે) આરૂઢ થયા, અને તેમણે પણ ચાર ચાર રૂપને ધારણ કરનારા દ્રુભ અને લેાભના પહેલા શરીરને ભેઢી નાંખ્યા, કેમકે સંગ્રામની આદિમાં શત્રુના નાશ કરવા તેજ મંગળિક છે. તે અવસરે આસ્તિકતા રૂપ આયુધને ધારણ કરતા અને સ્યાદ્વાદ રૂપ હાથી ઉપર આરૂઢ થયેલા સમ્યગ્દષ્ટિ પ્રધાન મિથ્યાદષ્ટિ પ્રધાનની સામે ગયા અને કહેવા લાગ્યા કે ‘અરે મિથ્યાર્દષ્ટિ ! દુનિયામાં પ્રસિદ્ધ એવા તારા કેટલાક અપરાધા તને કહી બતાવું? પણ હમણા મારા શસ્ત્રની ધારાથી ધાવાએલા જે તુ તેના અપરાધાની શુદ્ધિ થાઓ.' આ પ્રમાણે તેનાથી તર્જના કરાયેલા મિથ્યાદૃષ્ટિ પ્રધાને પેાતાના અભિગ્રહિક, અનભિગ્રહિક, સશયિક, અનાભોગિક અને અભિનિવેશક નામનાં પાંચ રૂપ (ધારણ) કર્યાં, પણ સમ્યગ્દષ્ટિ પ્રધાને તે સર્વ` (રૂપ)ના એક પ્રહારવડે જ નાશ કર્યાં. કેમકે જેમ અગ્નિ લાકડાથી ભય પામતા નથી તેમ બળવાન પુરુષા શત્રુએથી ભય પામતા નથી. મિથ્યાદષ્ટિની સાથે જોડાતા મિશ્ર નામને સુભટ છે અને તે (મિથ્યાદૃષ્ટિ)ના દ્રવ્ય (દલીયાં)થી ઉત્પન્ન થએલે ક્ષાયેાપશમિક સુભટ પણ છે, એમ જાણીને સમ્યગ્દષ્ટિએ તે બેઉને પણ