________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૦૫ ] ત્રણ જગતમાં જે જે ઠેકાણે જઈએ છીએ તે તે ઠેકાણે આ મેહનું સૈન્ય રહેલું અમે જોઈએ છીએ. તેથી (વિસ્તારમાં) સમુદ્રને પણ જીતનારી આખા વિશ્વમાં વ્યા ત થયેલી મોહની સેના ક્યાં અને ઘણી ડી જમીન ઉપર રહેલું એક ખાબચીયા જેટલું તમારું સૈન્ય કયાં, આ ત્રણ લેકમાં પ્રાયે મનુષ્યક્ષેત્રમાંજ તમારૂં રહેઠાણ છે (મનુ. ધ્યક્ષેત્ર પસ્તાળીશ લાખ જન પ્રમાણ છે). તેમાં પણ કર્મભૂમિમાં (જ્યાં અસી, મસી અને કૃષિ હોય તે કર્મભૂમિ કહેવાય છે), તેમાં પણ નિર્મળ (ઉત્તમ) કુળમાં, તેમાં પણ ભવ્ય જીવને વિષે અને તેમાં પણ સમ્યજ્ઞાનની પ્રાપ્તિવાળા જીવનને વિષે તમારું રહેઠાણ છે, અને આ મેહનું રહેઠાણ તે ચરાચર ત્રણ જગતને વિષે છે તે તમે જુઓ. મેહના સૈન્યની સાથે તમારું સૈન્ય મળ્યાથી સમુદ્રની અંદર પડતે નદીઓનો પ્રવાહ જે દશાને પામે છે તેજ દશાને તમારું સૈન્ય પામશે.
ભાવાર્થ-નદીઓનો મીઠો પ્રવાહ પણ સમુદ્રની સાથે મળવાથી ખારો થઈ જાય છે. તેમ તમારું સારા સ્વભાવવાળું સૈન્ય પણ મોહન સૈન્યની સાથે મળવાથી પિતાને સ્વભાવ મૂકી મેહના સૈન્યની જેવા સ્વભાવવાળું થશે,
હે વિવેક! સપુરુષની સબતથી અને સિદ્ધાંતના શ્રવણ કરવાથી તમે પ્રકાશ પામે છે. (પ્રગટ દેખાઓ છે); પણ આ મહરાજા તે સ્વભાવથી જ જીવને વિષે નિરંતર પ્રકાશિત (પ્રગટ) છે. હે વિવેક ! તમારો આશ્રય અભવ્ય જીવો લેતા નથી અને જે મોક્ષે જવાવાળા ન હોય તેવા