________________
પ્રબંધ ચિંતામણિ
[ ૧૭૩ ] કર્યો. જેના બળથી એક મુહૂર્ત જેટલા વખતમાં ચૌદ પૂર્વ જેવા સમુદ્રને પાર પામી શકાતે હતો તેવા મહાપ્રાણ ધ્યાનને પણ તેણે નાશ કર્યો. એટલે તે ધ્યાન પંચત્વને પામ્યું. (મરણ પામ્યું. ). આ પ્રમાણે નિરંતર અધિક અધિક તેજથી કુરાયમાન થતા કળિકાળ પ્રત્યે એકદા સંપ્રતિરાજા ક્રોધાયમાન થયે, અને ઠેકાણે ઠેકાણે જિનેશ્વરના મંદિર (દેરાસર) રૂ૫ કિલ્લાઓ કરવાવાળે તે ચતુર્વિધ સંઘ (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના સમુદાય) રૂ૫ ચતુરંગ સેના સહિત તે (કળિકાળ)ની સાથે યુદ્ધ કરવાને ઉઠ. સામ, દામાદિ ઉપાયના જાણ એવા તેણે અનુક્રમે અનાર્ય દેશમાં પણ અહંતની આજ્ઞા પ્રવર્તાવીને કળિકાળને વિકળ કરી નાંખ્યો. આ પ્રમાણે સંપ્રતિ રાજારૂપ મહાન સુભટને અકસ્માત ઉદય થવાથી અવસરના જાણ કળિકાળે કઈ ઠેકાણે પણ પિતાનું બળ દેખાયું નહીં. અવસરે સંપ્રતિ રાજાને પણ કાળે કવલિત કર્યો. (અર્થાત્ આયુષ્ય પૂર્ણ થયે સંપ્રતિ રાજા મરણ પામ્ય). અરે વિધિનું વાંકાપણું અમે શું કહીએ! કેમકે શૂરવીર પુરુષે લાંબા આયુષ્યવાળા હતા નથી. સંપ્રતિ રાજાના મરણ પછી ફરીને કેટલાક રાજાઓ કળિકાળ અને મેહને આધીન થઈને નવા નવા ઉપચારોથી (વ્યવહારોથી) તત્કાળ તેની સેવા કરવા લાગ્યા. ત્યારપછી લાખ શાખાવાળું (હજારે ધર્મના મતભેદવાળું) પાખંડીએનું મંડળ (દુનિયા ઉપર) વિસ્તાર પામે છતે પ્રમાદ ઉન્મત્તપણને પામ્યા અને મિથ્યાત્વ તથા માન (દુનિયા ઉપર) ફેલાયાં. પછી નિષ્ફર કર્મ કરવાવાળા દુષ્કાળાદિ