________________
[૧૬]
પ્રબંધ ચિંતામણિ વિવેકના વિયેગને સહન કરવાને અસમર્થ વિચાર પણ નગરના દુઃખી લેકને પોતાની આગળ કરીને તે (વિવેક)ની પાછળ દોડવા લાગ્યા. અનુક્રમે તે સર્વે અહેબતની નગરીમાં આવ્યા અને ઘણે આનંદ પામ્યા. કેમકે તેમની દષ્ટિજ વૈરીના સમગ્ર ઉપદ્રવનું નિવારણ કરવાવાળી છે.
હવે મકરધ્વજ (કામદેવ) સ્વામી વિનાના પુણ્યરંગનગરમાં આવ્યું. તેણે પ્રથમ ચારે બાજુથી નગરને ઘેર્યું, પછી તપાસ કરી, પછી લુંટયું અને તેનો નાશ કર્યો. અર્હતની પાસે જવામાં આળસુ થઈને જે લેકે ત્યાં (પુણ્યરંગનગરમાં) જ રહ્યા હતા તે જીવતા છતાં મરણ પામ્યા જેવા અને જડ લેકોને તેણે (મકરધ્વજ) બંદીવાન કર્યા. તે રાંકડાઓને પકડવાથી અંતઃકરણમાં ગર્વ કરતા કામદેવે બાહ્યવૃત્તિએ પુરુષાર્થને વિષે અગ્રગામીપણું ધારણ કર્યું અને કહેવા લાગ્યો કે મારું નામ સાંભળીનેજ નાશી જનારા વિવેકે આજે ક્ષત્રિયકુળના આચારની કથારૂપ કંથા ઢીલી કરી નાંખી છે, પરંતુ એ વિવેક તે પ્રધાનના પુત્ર છે અને હું તે રાજનો પુત્ર છું માટે મારાથી એ નાશી ગયે તેજ યુક્ત છે; કેમકે ઉત્તમ વંશમાં ઉન્ન થયેલા પુરુષ વિને બીજામાં તેવું શૂરાતન કયાંથી હોય? પહેલાં મારા પિતા (મહીના ભયથી વિવેકે જે નાશી જવાનો અભ્યાસ કર્યો છે તે સારી રીતે શીખેલાની માફક હજુસુધી પણ તે બુદ્ધિમાન ભૂલ્ય નથી. પણ એવી રીતે આ મહા બળવાન વિવેકના નાશી જવાથી મારી ભુજાદંડને યુદ્ધ કરવાની અરજ મટાડવાને હવે વૈદ કેણ થશે ? (અર્થાત્ વિવેક વિના મારી યુદ્ધ કરવાની હોંશ