________________
પ્રબંધ ચિંતામણિ
[૧૩]
(કામનાં આવાં વચનો સાંભળીને) હર (મહાદેવ) કહે છે કે “હે શ્રીમહરાજપુત્રઆવી બુદ્ધિ અને પછી આપજે પણ પ્રથમ મારી ત્રાદ્ધિ તમે સાંભળે-પ્રેતની માફક પ્રેતવન (સ્મશાન)માં મારે નિરંતર નિવાસ છે અને ભિક્ષુકની માફક ટાઢી અને લુખી ભિક્ષાથી ભેજન કરું છું. કાપાલિકની માફક હાથમાં માથાની ખોપરી એ મારૂં ભેજન છે અને ગધેડાના આળોટવાની માફક મારા શરીર ઉપર રાખનું ચોળવાપણું છે. જીર્ણ વૃક્ષની માફક લટક્તા વિષધરે (સર્પ) મારાં આભૂષણ છે અને સિંધ દેશમાં રહેનારા નિર્ધનની માફક વૃદ્ધ બળદ મારું વાહન છે. હું આવી અવસ્થાવાળો છું છતાં સ્ત્રીને કેવી રીતે અંગીકાર કરૂં ? કારણ કે જેમ નદીઓ સમુદ્રને ગ્ય છે તેમ સ્ત્રીઓ શ્રીમાન (ધનાઢ્ય)ને જ ગ્ય છે. વળી જેમ અરણ્યથી હરિણી ત્રાસ પામે તેમ જટાને ધારણ કરવાવાળા, વિરૂપ આંખવાળા, અને રૂંડમાળા લટકાવવાવાળા મારાથી સ્ત્રીઓ ત્રાસ પામે છે. તેમજ શાલિ (ભાત), દાળ, ઘી, છાશ, વડાં અને પકવાનને માગનારી આ સ્ત્રીઓ ભિક્ષાજન કરવાવાળા મને ખેદ પમાડે છે. ચંદન, અગર કપૂર, કસ્તુરી અને કુંકુમઆદિની યાચના કરતી આ (સ્ત્રી)રાખમાં લેટવાવાળા મને ખેદ પમાડે છે. એનું, પ્રવાલ, માણેક અને આભૂષણના સમૂહની યાચના કરતી આ (સ્ત્રીઓ) સર્ષથી ભતા મને ખેદ પમાડે છે. દુકૂલ વસ્ત્ર અને રેશમના વચ્ચેની યાચના કરતી આ (સ્ત્રીઓ) ચામડાના વસ્ત્ર પહેરવાવાળા મને ખેદ પમાડે છે. કેશના માર્ગમાં (માથાના વાળના મધ્ય ભાગમાં–સેંથામાં) સિંદુર નાખેલે છે જેણે