________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૩૩]
શકતા નથી.) કારણ વિનાનો કલેશ કરવાને બીજી સ્ત્રી કૃષ્ણચિત્રક (કાળે ચિતરે કહેવાય છે તે એક જાતની વનસ્પતિનું મૂળ છે કે જેનાથી વગર નિમિત્તે મનુષ્યને આપસમાં કલેશ થાય છે)ના મૂળ સરખી છે અને સ્વામીનું સુખ હરી લેવામાં બાવળની શૂળ છે. જેમ કામળીને માટે ગ્રહણ કરેલે ઘેટો ચીર ચાવવાને ઉભે થાય છે તેમ સુખને માટે સ્વીકાર કરાચેલી બીજી સ્ત્રી સુખના નાશને અર્થે થાય છે, એક સંધ્યા (પ્રાતઃ સંધ્યા) પામીને બીજી સંધ્યા ( રાત્રિ સંધ્યા) પ્રત્યે જતે સૂર્ય તેજથી ભ્રષ્ટ થાય છે, અને એક દ્વિતીયા (શુકલપક્ષની) મૂકીને બીજી દ્વિતીયા (કૃષ્ણપક્ષની)ને પ્રાપ્ત થત ચંદ્રમા ક્ષય પામે છે. તેવી જ રીતે બીજી સ્ત્રી પરણવાથી મારા તેજથી ભ્રષ્ટ થાઉં માટે મારે બીજી સ્ત્રી કરવી નથી.” આ પ્રમાણે બેલતા વિવેકને જે કાંઈક હસીને તત્વરુચિ બોલવા લાગી—“હે હદીશ ! સંભાવને ઠેકાણે આવી કૃત્રિમ ભરતા (ભય) શામાટે રાખે છે? ઘણું સ્ત્રીઓવાળા ભર્તારને વિષે પણ ઉત્તમ સ્ત્રીઓ પિતાની ભક્તિનો ત્યાગ કરતી નથી. જુઓ ઘણું નદી (નદીરૂપ સ્ત્રીવાળા)એવાળા સમુદ્રને વિષે ગંગાનદી મંદ આદરવાળી નથી. સ્ત્રીઓના ધર્મ (ફરજ-કર્તવ્ય-સ્વભાવ-લક્ષણ–વ્યવહારલાયકાત) જુદા છે અને પુરુષના ધર્મ પણ જુદા છે, કેમકે વૃક્ષોના અને લતાના ધર્મ એક સરખા હોતા નથી. વૃક્ષની સાથે બંધાયેલા હાથીઓ ઉભા રહે છે, પણ વલ્લી (વેલડી)ની સાથે બંધાયેલા હાથીઓ ઉભા રહેતા નથી. તેમ પુરુષે સર્વ કામને માટે લાયક છે અને સ્ત્રીઓ તે માત્ર વિલાસ