________________
પ્રબંધ ચિંતામણિ
[૧૨૯] આરસેલી ક્રિયા નિષ્ફળ થતી નથી. માટે હે પ્રભુ! કઈને આદેશ કરો કે જે તેમને પાછા વાળી લાવે.” આ વચને સાંભળતાંજ કેપથી કંપાયમાન ઓછપદ્ભવ થયેલ છે જેના એ શૂરવીર વિવેક રાજ બોલવા લાગે કે-“અરે ! શું શત્રુથી પરાભવ ? શું ધ્યાનરૂપ ભુજાએ ભાંગી ગઈ છે? વિધાતાએ આ પ્રભુતા પરથી પરાભવ પામવાને માટેજ શું કરી છે ? કે જ્યાં શત્રુરૂપ વિષધર (સર્પ)ની આશંકા નિર્વતનજ થતી નથી. પાપના ઘર સમાન તે મહરાજ મારે મોટો શત્રુ છે. તે ત્રણ જગતને ભેગવે છે છતાં પણ મારા નાના રાજ્યને લઈ લેવાની ઈચ્છા રાખે છે, તે દુર્બળ હતું ત્યારે પણ વાઘના બચ્ચાની માફક મને મારવાની ઈચ્છાવાળે હતે તે હમણું તે તે વળી મેટાઈ પામે છે ત્યારે તે મારી વૃદ્ધિને તે હવે કેમ સહન કરશે ? રાજ્ય છે અને શત્રુ પણ છે. આ બે વસ્તુ વિરૂદ્ધતા પામે છે, કેમકે સંપૂર્ણ અધકારનો નાશ કર્યા વિના શું સૂર્ય ઉદય પામે છે? તે મહાશત્રુ છતાં હું રાજા છું એવી) મારા શ્વર્યોની કથા વૃથા છે, કેમકે જેના માથા ઉપર મુગર ઉગામેલે છે એ માટીનો ઘડે કેટલા વખત સુધી ટકી શકવાનો છે? માટે હે જાતિવાન રત્નની માફક ઉજવળ ! શુદ્ધ બુદ્ધિના નિધાન! અને રાજ્ય રૂપવલ્લીના વિશ્રામમંડપ! તું મારી વાત સાંભળતું કાંઈક એવે ઉપાય કર કે જેથી આ રાજ્ય ઘણાકાળ પર્યત વિસ્તાર પામે, અને ભય દેવાવાળા વૈરીના વંશને હું મૂલથી ઉમૂલન કરી નાખું.” રાજાના આવા આદેશથી