________________
[૧૬]
પ્રબંધ ચિંતામણિ આ પ્રમાણે તે નગરની શેભા જેવા વડે નેત્રને આનંદિત કરતો હું (દંભી એક વખત રાજસભામાં ગયો અને ઉભો રહ્યો તે ત્યાં સદ્ભાવરૂપ મહેલની અંદર સાધુએની સબતરૂપ પર્ષદામાં સરત નામના સિંહાસન ઉપર બેઠેલે, મહાન કાંતિમંડળવાળા, હૃદયની પટુતા વડે ગુરુના આદેશરૂપ વેત છત્ર ધારણ કરેલ છે, જેણે એવા, લક્ષ્મી અને લારૂપ વારાંગનાએ પાંચ આચારરૂપ મનહર ચામર વિઝે છે જેને એવા, કર્મ વિવરરૂપ છડીદારથી મહાજન જેની પાસે લેવાયેલ છે એવા, આત્મજ્ઞાનના જાણ, ગાયન કરવાવાળાઓ જેના ઉજ્વળ ગુણવંદ ગાઈ રહ્યા છે એવા, શુભ લેસ્યારૂપ નદીએ રચેલા નાટકને જોવાની ઈચ્છાવાળા, નિશ્ચય અને વ્યવહારરૂપ નેત્રના પાત (જેવા)થી ત્રણ જગતું (નું સ્વરૂપ) જાણેલ છે જેણે એવા, બુદ્ધિને આઠ ગુણરૂપ વંઠે પુરુષોએ ઉત્કંઠાપૂર્વક જેના ચરણનું સેવન કર્યું છે એવા, ગુણરૂપ આભરણુના સમૂહથી ઉત્પન્ન થયેલ કાંતિથી દેદીપ્યમાન, આચાર્યના છત્રીશ ગુણની સમૃતિરૂપ છત્રીશ પ્રકારના આયુધમાં પરિશ્રમ કરેલ છે જેણે એવા, અતિ તણ અને દેદીપ્યમાન ખડૂગ દંડરૂપ ભુજાદંડ છે અલંકાર જેનું એવા અને વિચાર નામના બાળમિત્રની સાથે જાણે ઐકયતાને પ્રાપ્ત થયેલ હોય તેવા પ્રિય દર્શનવાળા વિવેક રાજને મેં જોયે. તેમજ નિરંતર પવિત્ર એવી તસ્વરૂચિ નામની તેની પટ્ટરાણી કે જેનું મુખ સ્નેહથી તે (તત્વરૂચિ)ને ઘણે વહાલે વિવેકરાના પગલે પગલે જોયા કરે છે તે પણ જોયું.” આ પ્રમાણનાં દંભનાં વચનો સાંભળી મોહ