________________
પ્રબંધ ચિંતામણિ
[૧૨૧ સંબંધી દુખ સહન કર્યા કેઈ વખત આચાર્યની મુદ્રા (પદવી)થી સભામાં ઉંચા આસન ઉપર બેઠેલો હું બંદીવાનોથી બેલાતા મારા ગુણોને સાંભળીને મારા હૃદયમાં મારા (ખરાબ) ચારિત્રથી હસતે હતે. તીર્થાદિકમાં એકાંતે ખાઈને હું ઉપવાસવાળો છું' એમ બીજાને કહેતો હતો. હું તે અજ્ઞ (મૂખ) હતો છતાં કોઈ ઠેકાણે જઈ કોઈને પૂછીને (હું ભણેલે છું. એમ જણાવવા માટે) તે જ્ઞાનન બીજાની આગળ વિસ્તારથી જણાવી આપતો હતે. અવશ્ય કરવાનાં (પ્રતિક્રમણદિ) કાર્યો રાત્રે તે હું જેમ તેમ કરતો, પણ લોકોમાં તો હું કીર્તિવાન થાઉં એ કારણથી દિવસે તે - વિધિપૂર્વક વિશેષ પ્રકારે કરતો હતો. અંતઃકરણમાં તે મત્સરથી ભરેલું હતું છતાં સભામાં બંને આંખોને સંકેચિત કરતે સંસારથી ભય પામેલા જીવોની માફક સમતા રસની દેશના આપતે હતો. બીજા સાધુને મારવાને હું ઉદ્યમાન થયેલ હોઉં તેવામાં માણસને આવતાં જોઈને હે મુનિ! મારું કહેવું તું માન અને આકરી તપસ્યા તું કર. આમ (અપરાધ છુપાવવાને) કહેતો હતો. દિવસે ધર્મધ્વજ (એ-રજેહરણ) ધારક થઈને શ્રાવકના સમુદાય પાસે વંદાવતે હતો રાત્રિએ માથે પાઘડી પહેરીને નીચ સ્થાનોમાં ફરતે હો. કોઈ વખત વેર લેવાને માટે સાથળની નીચે ગુપ્ત શસ્ત્ર રાખતું હતું અને ગુરુની આગળ ભણતા ભણતે તેના પગમાં લેટ હતે; છતાં હું તે શઠજ રહ્યો હતે. ભાવવાળ થયો નહોતો. કોઈ વખત શ્રાવકનો વેષ લઈ ખોટા તેલા માપાદિ રાખનારની નિંદા