________________
પ્રબોધ ચિંતામણિ
[૮૫] કહેતા હે તે રત્ન, વસ્ત્ર, ધન, સુવર્ણ, અનાજ, ઘી અને પાણ પ્રમુખની પરીક્ષામાં શામાટે આળસુ સ્વભાવ રાખતા નથી ? જેનાથી અલ્પ માત્ર સુખ પ્રાપ્ત થાય તેવી વસ્તુઓમાં પણ જ્યારે મનુષ્ય પરીક્ષા કરે છે ત્યારે સર્વ સુખને દેવાવાળા ધર્મતવની પરીક્ષા તે વિશેષ પ્રકારે કરવી જોઈએ. આ (હરિહરાદિ દેવો તેના [ તત્વના ] અંશ છે અને જે તત્ત્વ છે તે તે નિરંજન અને જુદું છે એમ જે ધીર પુરુષે કહેતા હોય તે તેઓને અમે પુછીએ છીએ કે - તે તત્વ મુખ્ય વૃત્તિથી ભિન્ન છે કે અભિન્ન છે? જે ભિન્ન હોય છે તેથી અમારી માફક મુક્તિ નહીં થાય અને જે અભિન્ન હોય તે તેઓના દોષનું આરોપણ તે તત્ત્વ ઉપર થશે; ને બંને માનશે તે તે દ્રઢ દોષે પૂર્વની જેમ દુર્ઘટ નથી. જે આ તત્વ શક્તિમાન, જ્ઞાની અને જગતરક્ષક હોય તો તે સર્વવ્યાપી છતાં શા માટે કે કોઈ ઠેકાણે ધર્મરહિત પુરુષે ધાર્મિક પુરુષનો તિરસ્કાર કરે ? જે દોષ સહિત છે તે કપટ રહિત હોતા નથી અને જે કપટ સહિત હોય છે તે સત્ય વચનવાળા હોતા નથી; આવા દોષવાન ઉપર જે વિશ્વાસ રાખે છે તેઓ પોતાનાં કર્મથી હણાયેલા છે. સ્ત્રીસંગ, જપમાળાજાપ અને શસ્ત્રપ્રમુખ દોષથી રહિત જિનેશ્વરમાં છે વિદ્વાનો ! તમે કહો કે કઇ યુક્તિથી દોષનું કહેવાપણું ઠરે છે ! (અર્થાત્ દોષનું કહેવાપણું ઠરતું નથી.) જેની દૃષ્ટિ (બ્રકુટીની ) મધ્યસ્થ છે, મુખ શાંત છે, ધ્રુવ પદ્માસન છે અને શાંત પરિકર છે તેવા દેવને વિષે દેશની