________________
૫૭૪
પરિશિષ્ટ-૨
(૫) ઈષ : શાસ્ત્રીય વ્યાખ્યા :
જીવાના મધ્ય બિંદુથી ધનુપૃષ્ઠના મધ્યબિંદુ સુધીનું અંતર તે ઈષ. CD ઈષ છે.
ગણિતની વ્યાખ્યા :
બાણ : જીવાના મધ્યબિંદુથી લઘુચાપના મધ્યબિંદુને જોડનાર રેખાખંડ તે બાણ.
CD બાણ છે.
Arrow : The line-segment joining the midpoint of the chord and the midpoint of the minor Arc is called an arrow.
CD is an arrow. ગણિતના ગુજરાતી-અંગ્રેજી પારિભાષિક શબ્દોની વ્યાખ્યાઓઃ
(૧) વર્તુળ : સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા તમામ બિંદુઓનો ગણ એટલે વર્તુળ
Circle : The set of all points in a plane at a constant distance from a fixed point in it is called a circle.
(ર) ત્રિજ્યા જેના અંત્યબિંદુઓ વર્તુળનું કેન્દ્ર અને વર્તુળનું બિંદુ છે તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે.