________________
વિશાળ જ્ઞાન મેળવ્યું છે. હજી આગળ પણ પદાર્થપ્રકાશના ભાગોના માધ્યમે પૂજ્ય ગુરુદેવશ્રી અનેક પદાર્થગ્રંથોના રસથાળ પીરસી ભવ્યાત્માઓની પદાર્થજ્ઞાનની ભૂખને ભાંગે એવી પૂજ્ય ગુરુદેવશ્રીને ભાવભરી વિનંતી.
પ્રસ્તુક પુસ્તકનું સંકલન કરનાર પૂજ્ય ગુરુદેવશ્રીની અને ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આ પુસ્તકના પ્રકાશનનો લાભ અમને આપવા બદલ અમે પૂજ્ય ગુરુદેવશ્રીના ઋણી છીએ અને કૃતજ્ઞભાવે તેમના ચરણોમાં વંદન કરીએ છીએ.
આ પુસ્તકનું કંપોઝીંગકાર્ય scan-O-Grafix વાળા દિલીપભાઈએ ખૂબ મહેનતપૂર્વક કરેલ છે તથા મુદ્રણકાર્ય શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સના ભાવિનભાઈએ કરેલ છે. આ પ્રસંગે તેમને ધન્યવાદ આપીએ છીએ.
આ પુસ્તકનું આકર્ષક ટાઈટલ મલ્ટીગ્રાફિક્સવાળા મુકેશભાઈએ તૈયાર કરેલ છે. આ પ્રસંગે તેમને પણ ધન્યવાદ આપીએ છીએ.
આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ જીવો જૈન ભૂગોળના જ્ઞાતા બને એ જ શુભાભિલાષા.
લી.
સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના
ટ્રસ્ટીગણ તારાચંદ અંબાલાલ શાહ ધરણેન્દ્ર અંબાલાલ શાહ પુંડરીક અંબાલાલ શાહ મુકેશ બંસીલાલ શાહ
ઉપેન્દ્ર તારાચંદ શાહ