________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૫૨૯
તદુવરિ ચાલીસુચ્ચા, વટ્ટા મૂલુવરિ બાર ચઉ પિહુલા! વેલિયા વચૂલા, સિરિભવણપમાણચેઇહરા | ૧૧૩ |
મેરુપર્વતની ઉપર ૪૦ યોજન ઊંચી, ગોળ, મૂળમાં અને ઉપર ૧૨ યોજન અને ૪ યોજન પહોળી, વૈડૂર્યરત્નની, શ્રીદેવીના ભવન પ્રમાણના ચૈત્યવાળી શ્રેષ્ઠ ચૂલિકા છે. (૧૧૩) ચૂલાતલાઉ ચસિય, ચઉણવઈ વલયરૂવવિખંભ બહુજલકુંડ પંડગવણં ચ સિહરે સવેઈએ | ૧૧૪ !
મેરુપર્વતના શિખર ઉપર ચૂલિકાના તળિયાથી ૪૯૪ યોજન પહોળાઈવાળુ, વલયરૂપ, ઘણા પાણીના કુંડોવાળુ વેદિકા સહિત પંડકવન છે. (૧૧૪) પણાસજોઅણહિં, ચૂલાઓ ચઉદિસાસુ જિણભવણા | સવિદિસિ સક્કીમાણે, ચઉવાવિજુઆ ય પાસાયા || ૧૧૫ |
(પંડકવનમાં) ચૂલિકાથી ૫૦ યોજન પછી ચારે દિશામાં જિનભવનો છે અને વિદિશામાં શક્ર અને ઈશાનેન્દ્રનો ચાર વાવડીઓથી યુક્ત પ્રાસાદો છે. (૧૧૫) કુલગિરિચેઇહરાણ, પાસાયાણ ચિમે સમદ્રુગુણા | પણવીસરુંદદુગુણા-યામાઉ ઇમાઉ વાવીઓ ને ૧૧૬ ||
આ (ચૈત્યો અને પ્રાસાદો) કુલગિરિના ચૈત્યો અને પ્રાસાદોની સમાન અને ૮ ગુણા છે. આ વાવડીઓ રપ યોજન પહોળી અને બમણી લંબાઈવાળી છે. (૧૧૬) જિણહરબહિદિસિ જોઅણ-પણસય દીપદ્ધપિહુલ ચઉઉચ્ચા અદ્ધસસિસમા ચીરો, સિઅકણયસિલા સવેઈઆ છે ૧૧૭ |
- જિનભવનોની બહારની દિશામાં પ00 યોજન લાંબી, અડધી પહોળી, ૪ યોજન ઊંચી, અર્ધચંદ્ર સમાન, વેદિકાવાળી, સફેદ સુવર્ણની ચાર શિલાઓ છે. (૧૧૭)