________________
૫૨૭
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ખારગિવિસાઈહિં, હાહાભૂઆકયાઈપુછવીએ | બગબીય વિઅઠ્ઠાઇસુ, ણરાઇબીયં બિલાઈસુ || ૧૦૩ ||
ક્ષાર-અગ્નિ-વિષ વગેરેથી હાહાભૂત કરાયેલી પૃથ્વી ઉપર પક્ષીનું બીજ વૈતાઢ્ય વગેરે પર્વતોને વિષે અને મનુષ્ય વગેરેનું બીજ બીલ વગેરેમાં હોય છે. (૧૦૩) બહુમચ્છચક્કરહણઈ-ચઉક્કપાસેતુ ણવ ણવ બિલાઈ વેઅઢોભયપાસે, ચઉઆલસયે બિલાણેd || ૧૦૪ ||
વૈતાઢયપર્વતની બંને બાજુ ઘણા માછલાવાળી અને ચક્રના માર્ગ જેટલા પ્રવાહવાળી ચાર નદીઓની બાજુમાં ૯-૯ બિલો છે. આમ ૧૪૪ બિલો છે. (૧૦૪). પંચમસમછારે, દુકસચ્ચા વોસવરિસઆઉ ખરા | મચ્છાસિણો કુરૂવા, કૂરા બિલવાસિ મુગાંગમા || ૧૦૫ ||
પાંચમા આરાની સમાન પ્રમાણવાળા છઠ્ઠા આરામાં ૨ હાથ ઊંચા, ૨૦ વર્ષના આયુષ્યવાળા, માછલા ખાનારા, ખરાબ રૂપવાળા, ક્રૂર, દુર્ગતિમાં જનારા, બિલવાસી મનુષ્યો છે. (૧૦૫) હિલ્લજ્જા શિવસણા, ખરવયણા પિઅસુઆઇઠિઇરહિઆ. થીઓ છવરિસગભા, અબદુહપસવા બહુસુઆ ય ૧૦૬ |
તે લજ્જા વિનાના, વસ્ત્રો વિનાના, કઠોર વચન બોલનારા, પિતા-પુત્ર વગેરે મર્યાદા વિનાના છે. સ્ત્રીઓ છ વર્ષે ગર્ભને ધારણ કરનારી, અતિદુખેથી જન્મ આપનારી અને ઘણા છોકરાવાળી હોય છે. (૧૬) ઇઅ અરછક્કેણવસ-પ્પિણિ ત્તિ ઓસપ્પિણી વિ વિવરીઆ. વીસ સાગરકોડા-કોડીઓ કાલચક્કમ્પિ || ૧૦૭ ||
આ પ્રમાણે છ આરા વડે અવસર્પિણી થાય છે. ઉત્સર્પિણી પણ વિપરીત છે. કાલચક્રમાં ૨૦ કોટી કોટી સાગરોપમ છે. (૧૦૭)