________________
૫૨૫
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ સાગરચઉતિદુકોડા-કોડિમિએ અરતિગે નરાણ કમા | આઊ તિદુઇગપલિઆ, તિદુઇગકોસા તણુચ્ચત્ત / ૯૩ /
૪, ૩, ૨ કોટી કોટી સાગરોપમ માપવાળા ત્રણ આરામાં મનુષ્યોનું આયુષ્ય ક્રમશઃ ૩, ૨, ૧ પલ્યોપમ છે અને શરીરની ઊંચાઈ ક્રમશઃ ૩, ૨, ૧ ગાઉ છે. (૯૩) તિદુઈગદિPહિં તુબરિ-બયરામમિતુ તેસિમાહારો | પિટ્ટકરંડા દોસય, છપ્પણા તદ્દલ ચ દલ | ૯૪ /
તેમનો આહાર ક્રમશઃ ૩, ૨, ૧ દિવસે અને તુવેર, બોર, આમળા જેટલો હોય છે. તેની પાંસળીઓ ક્રમશઃ રપ૬, તેનાથી અડધી (૧૨૮) અને તેનાથી અડધી (૬૪) છે. (૯૪) ગુણવણદિણે તહ પનર-પણરઅહિએ અવચ્ચપાલણયા ! અવિ સયલજિઆ જુઅલા, સુણસુરૂવા ય સુરગઈઆ ૫ /
તેમનું સંતાનપાલન ૪૯ દિવસ અને ૧૫-૧૫ દિવસ અધિક (૬૪ દિવસ, ૮૯ દિવસ) છે. તેઓ સંપૂર્ણ પાંચ ઈન્દ્રિયોવાળા, યુગલિક, સારા મનવાળાં, સારા રૂપવાળા અને દેવગતિમાં જનારા છે. (૯૫) તેસિ મતંગ ૧ ભિંગા ૨ તુડિઅંગા ૩ જોઇ ૪ દીવ ૫ ચિરંગા ૬ . ચિત્તરસા ૭ મણિઅંગા, ૮ ગેહાગારા ૯ અણિઅયબ્બા ૧૦ ll ૯૬ / પાર્ણ ૧ ભાયણ ૨ પિચ્છણ ૩, રવિપહ૪ દીવાહ ૫ કુસુમ ૬ માહારો ૭ ભૂસણ ૮ ગિહ ૯ વલ્યાસણ ૧૦, કપ્રદુમા દસવિતા દિતિ / ૯૭
તેમને મતંગ, ભૃગ, ત્રુટિતાંગ, જ્યોતિરંગ, દીપાંગ, ચિત્રાંગ, ચિત્રરસાંગ, મણિતાંગ, ગેહાકાર, અનિયત (અનગ્ન) '- આ દશ પ્રકારના કલ્પવૃક્ષો ક્રમશઃ પાણી, ભાજન (વાસણ), નાટક, સૂર્યની પ્રભા, દીવાની પ્રભા, પુષ્પ, આહાર, આભૂષણ, ઘર, વસ્ત્રો આપે છે. (૯૬, ૯૭)