SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પદ્મવરવેદિકા પદ્મવરવેદિકા : જગતીની ઉપર મધ્યમાં વલયાકારે એક પમવરવેદિકા છે. તે ૫૦૦ ધનુષ્ય પહોળી અને ૨ ગાઉ ઊંચી છે. તે સર્વરત્નની બનેલી છે, એટલે કે મૂળમાં વજની છે, ઉપર રિઝરત્નની છે, તેના થાંભલા વજના છે, તેના ફલક (પાટીયા) સોના-રૂપાના છે. તે વેદિકા ઉપર તે તે ઠેકાણે બેસવાના સ્થાને, બાહા ઉપર, થાંભલા ઉપર, ફલકો ઉપર સર્વરત્નના શતપત્ર-સહમ્રપત્ર કમળો છે. તેથી તે પદ્મપ્રધાન વેદિકા હોવાથી તેને પદ્મવરવેદિકા કહેવાય છે. તે વેદિકાની બહાર અને અંદર વલયાકારે ૧-૧ વનખંડ છે. તે દરેક વનખંડની પહોળાઈ ૧ યોજન ૩ ગાઉ ૧,૭૫૦ ધનુષ્ય છે. તે વનખંડની ભૂમિ પ વર્ણના મણી અને તૃણથી શોભિત છે. તે મણી અને તૃણની ગંધ કપુર-કસ્તુરીની ગંધ કરતા વધુ સુગંધી છે, સ્પર્શ શિરીષપુષ્ય કરતા વધુ કોમળ છે, પવનથી કંપતા એવા તેમનો અવાજ વેણુ, વીણા, મૃદંગના અવાજ કરતા વધુ સુંદર છે. તે ભૂમિમાં તે તે પ્રદેશે પુષ્કરિણીઓ (વાવડીઓ) છે. તેમનું તળીયુ તપનીય સુવર્ણનું છે, દિવાલો વજરત્નની છે, રેતી સોના-ચાંદીની છે. તેમનું પાણી ઠંડુ અને મધુર છે. તેમાં ઘણા સુગંધી કમળો છે. તેમાં ઉતરવા માટે મણીના ઘણા તીર્થો છે. દરેક વાવડીની ચારે દિશામાં વિવિધરત્નના થાંભલાવાળા તોરણો છે. તે તોરણોની ઉપર બારસાખના પાટીયામાં વિવિધ રત્નના અષ્ટમંગળો છે. તે તોરણોની ઉપર પાંચ વર્ણના ચામરધ્વજ, સર્વરત્નના છત્ર, પતાકાઓ, મધુર ધ્વનીવાળી નાની ઘંટડીઓ, કમળ-કુમુદના ઝુમખા છે. વનખંડમાં તે તે સ્થાને દીધિંકાઓ (વાવડીઓ) છે. તે પુષ્કરિણીઓ જેવી જ હોય છે. તેમાં તોરણ વગેરે ન હોય. વનખંડમાં તે તે સ્થાને દીર્થિકા જેવા સરોવરો છે. વનખંડમાં તે તે સ્થાને ક્રીડાપર્વતો છે. તે દરેક ઉપર ૧-૧ પ્રાસાદ છે. દરેકમાં વિવિધ આકારના ૧-૧ આસન છે. વનખંડમાં તે તે
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy