SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જંબૂદ્વીપની જગતી ૧ ૭. ૭,૯૦,૫૬,૭૫,૦૦૦ + ૧૮,૭૫૦ + ૪૦૦ ૭,૯૦,૫૬,૯૪, ૧૫૦ યોજન ૧ ગાઉ ૧,૫૧૫ ધનુષ્ય ૬૦ અંગુલથી અધિક જંબૂદીપની જગતી : જંબૂદ્વીપની ચારે બાજુ ફરતો કિલ્લો છે. તેને લગતી કહેવાય છે. તે વજરત્નની બનેલી છે. તે ૮ યોજન ઊંચી છે. તેની પહોળાઈ નીચે ૧ર યોજન છે, વચ્ચે ૮ યોજન છે, ઉપર ૪ યોજન છે. આ પહોળાઈ દ્વીપના વિસ્તારમાં ગણાય જાય છે. જતીની ચારે બાજુ ફરતું એક ગવાક્ષકટક (જાળી) છે. તે સર્વરત્નનું બનેલું છે. તે ૫00 યોજન પહોળુ અને ૧/, યોજન ઊંચું છે. જગતીમાં ઉપરથી જેટલા યોજના નીચે જઈએ તેમાં ઉપરનો વિસ્તાર (૪ યોજન) ઉમેરતા તે સ્થાને જગતીની પહોળાઈ આવે. દા.ત., ઉપરથી ૧ યોજના અને ૧ ગાઉ ઉતર્યા પછી જગતની પહોળાઈ = ૧ યોજન + ૧ ગાઉ + ૪ યોજના = ૫ યોજન + ૧ ગાઉ જગતીમાં નીચેથી જેટલા યોજન ઉપર ચઢ્યા હોઈએ તેને નીચેના વિસ્તાર (૧ર યોજન) માંથી બાદ કરતા તે સ્થાને જગતીની પહોળાઈ આવે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy