SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ પાતાલકલશ : જંબુદ્રીપની વેદિકાથી લવણસમુદ્રમાં ચારે દિશામાં ૯૫,૦૦૦ યોજન પછી ૧-૧ મહાપાતાલકલશ છે. તે મોટા ઘડા જેવા છે. તે વજ્રના છે. તેમના નામ પૂર્વમાં વડવામુખ, દક્ષિણમાં કેયૂપ, પશ્ચિમમાં યૂપ અને ઉત્તરમાં ઈશ્વર છે. તેમના મુખનો અને તળીયાનો વિસ્તાર ૧૦,૦૦૦ યોજન છે, વચ્ચેનો વિસ્તાર અને ઊંડાઈ ૧,૦૦,૦૦૦ યોજન છે. તેમની દિવાલો ૧,૦૦૦ યોજન જાડી છે. તેઓ ભૂમિમાં પ્રવિષ્ટ છે. તેમના અધિપતિ દેવો ક્રમશઃ કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન છે. તેમનું આયુષ્ય ૧ પલ્યોપમ છે. મહાપાતાલકલશોના નીચેના ત્રીજા ભાગમાં વાયુ છે, વચ્ચેના ત્રીજા ભાગમાં વાયુ અને પાણી છે અને ઉપરના ત્રીજા ભાગમાં પાણી છે. બધા દ્વીપ-સમુદ્રની મધ્યમપરિધિ બાહ્યપરિધિ + અત્યંતર૫રિધિ = ૨ લવણસમુદ્રની મધ્યમપરિધિ = = = ૯,૪૮,૬૮૩ યોજન્મ. બે મહાપાતાલકલશોનું પરસ્પર અંતર = = = દેશોન ૧૫,૮૧,૧૩૯ + સા.-૩,૧૬,૨૨૭ ૨ ૧૮,૯૭,૩૬૬ ૨ = ૯,૪૮,૬૮૩ ૯,૪૮,૬૮૩ ૪૦,૦૦૦ ૪ ૨,૨૭,૧૭૦ ૩, યોજન. જંબુદ્રીપની પિરિધ એ જ લવણસમુદ્રની અત્યંતર પરિધિ છે. લવણસમુદ્રની મધ્યમપરિધિ – ૪ મહાપાતાલકલશોનો મુખનો વિસ્તાર મહાપાતાલકલશો 1 ૪ [૪ × ૧૦,૦૦] - ૯,૦૮,૬૮૩ ૪
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy