________________
૨૮૬
અધિકાર બીજો-લવણસમુદ્ર
અધિકાર બીજે
NSSNNNN
(લવણસમુદ્ર)
જંબૂદ્વીપની ચારે બાજુ ફરતો ૨ લાખ યોજન વિસ્તારવાળો વલયાકારે લવણસમુદ્ર છે. તેનું પાણી લવણ (મીઠું) જેવું (ખા) છે. તેથી તેને લવણસમુદ્ર કહેવાય છે. લવણસમુદ્રના અંતે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં ક્રમશઃ વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દ્વારા છે. તે દરેક ૮ યોજન ઊંચા અને ૪ યોજન પહોળા છે. તેમના અધિપતિ તેમના નામવાળા દેવો છે. તે દેવોનું સ્વરૂપ જેબૂદીપના વિજયદેવની જેવું જાણવું. તેમની રાજધાની હારની દિશામાં અસંખ્ય દ્વિીપ-સમુદ્રો ઓળંગીને પછીના લવણસમુદ્રમાં ૧૨,000 યોજના અવગાહીને આવેલી છે.
લવણસમુદ્રની પરિધિ = V૫,૦૦,૦OOD x ૫,,૦૦૦ x ૧૦ =V૨૫,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ = સાધિક ૧૫,૮૧,૧૩૮ યોજન = દેશોન ૧૫,૮૧,૧૩૯
યોજન.
લવણસમુદ્રના એક છેડાથી બીજા છેડા સુધીની પહોળાઈ ૫,૦૦,૦૦૦ યોજન છે - લવણસમુદ્રના બે બાજુના ૨,૦૦,૦૦૦ યોજન મળીને ૪,૦૦,000 યોજન અને જંબુદ્વીપના ૧,૦૦,૦૦૦ યોજન.