SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ દશ પ્રકારના કલ્પવૃક્ષો હિમવંત-હિરણ્યવંત ક્ષેત્રો કરતાં હરિવર્ષ-રમ્યક ક્ષેત્રોના, હરિવર્ષ - રમ્યક ક્ષેત્રો કરતા દેવકુ-ઉત્તરકુરુના મનુષ્યોના બળવિર્ય વગેરે, કલ્પવૃક્ષોના ફળ, માટીની મિઠાશ વગેરે અનંતગુણ છે. દશ પ્રકારના કલ્પવૃક્ષો - (૧) માંગ - આ કલ્પવૃક્ષ દ્રાક્ષનું પાણી વગેરે પીવાની વસ્તુ આપે છે. (૨) ભૂંગાંગ - આ કલ્પવૃક્ષ સુવર્ણના થાળી, વાટકા વગેરે વાસણો આપે છે. (૩) તુર્યાગ – આ કલ્પવૃક્ષ વાજીંત્ર સહિત બત્રીશ પાત્રવાળા નાટક દેખાડે છે. (૪) જ્યોતિરંગ - આ કલ્પવૃક્ષ રાત્રે પણ સૂર્યના પ્રકાશ જેવી પ્રભાને પ્રગટ કરે છે. (૫) દીપાંગ - આ કલ્પવૃક્ષ ઘરમાં દીવાની જેમ પ્રકાશ કરે છે. (૬) ચિત્રાંગ - આ કલ્પવૃક્ષ વિવિધ પ્રકારના સુગંધી પુષ્પો અને માળાઓ આપે છે. (૭) ચિત્રરસાંગ - આ કલ્પવૃક્ષ સુંદર છ રસથી ભરપૂર એવો મિઠાઈ વગેરેનો આહાર આપે છે. (૮) મણિતાંગ - આ કલ્પવૃક્ષ મણિ, મુગટ, કુંડળ, કેયુર વગેરે આભરણો આપે છે. (૯) ગેહાકાર - આ કલ્પવૃક્ષ રહેવા માટે વિવિધ ચિત્રશાળાઓ સહિત ૭ માળના, ૫ માળના, ૩ માળના વગેરે મકાનો આપે છે. (૧૦) અનિયત (અનગ્ન) - આ કલ્પવૃક્ષ દેવદૂષ્ય વગેરે વસ્ત્રો અને આસનો-શપ્યા વગેરે આપે છે. મહાવિદેહક્ષેત્રના મનુષ્યોની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ્ય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પૂર્વક્રોડ વર્ષ છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy