________________
" [૫૪] ઉત્તમ એવા ગંધ, ધૂપ, અક્ષત, પુષ્પમાળા, પ્રદીપ, બળ (નૈવેદ્ય), જળ અને શ્રેષ્ઠ ફળવડે (અષ્ટપ્રકારી) શ્રી જિનેશ્વરની પૂજા કરવી. ૧૪.
શાંતિને માટે વેત પુષ્પ, વિજયને માટે શ્યામ, કયાણને માટે રત, ભયને માટે લીલું, ધ્યાનાદિકની પ્રાપ્તિને માટે પીળું અને સિદ્ધિને માટે પાંચે વર્ણનાં પુષ્પ કહેલાં છે. (પાઠાંતર–શાંતિને માટે વેત, લાભને વિષે પીળું, પરાજયને માટે શ્યામ, મંગળને માટે રક્ત અને સિદ્ધિને માટે પાંચે વર્ણનું પુષ્પ કહ્યું છે. અર્થાત તે તે કાર્યને નિમિત્તે તે તે વર્ણવાળા પુષ્પોથી પૂજા કરવી). ૧૫.
(વસ્ત્રશુદ્ધિ) સ્નાન કરીને પહેરેલું વસ્ત્ર જે ખંડિત, સાંધેલું, છેદાયેલું, રક્ત (રાતું) અથવા રદ્વ-દેખાવમાં ભયંકર લાગે તેવું હોય તો તેવું વસ્ત્ર પહેરનારનાં દાન, પૂજા, તપ, હોમ અને સંધ્યાદિક સર્વ ધર્મકાર્ય નિષ્ફળ થાય છે. ૧૬.
પદમાસને બેસી, નાસિકાના અગ્રભાગ ઉપર નેત્રને સ્થાપન કરી, મન ધારણ કરી તથા વસ્ત્રવડે મુખ ઢાંકીને જિનેશ્વરની પૂજા કરવી. ૧૭.
(એકવીશ પ્રકારી પૂજા)-સ્નાત્ર ૧, વિલેપન ૨, અલંકાર , પુષ્પ ૪, વાસ ૫, ૫ ૬, દીપ ૭, ફળ ૮, તંદુલ ૯, પત્ર ૧૦, પૂગ (સોપારી) ૧૧, નૈવેદ્ય ૧૨, જળ ૧૩, વસ્ત્ર ૧૪, ચામર ૧૫, છત્ર ૧૬, વાજિત્ર ૧૭, ગીત ૧૮, નૃત્ય ૧૯,
તુતિ ૨૦ અને દેશની વૃદ્ધિ ૨૧ આ-રીતે એકવીશ પ્રકારી શ્રીજિનેશ્વરની પૂજા નિરંતર સુર અસુરના સમૂહે કરેલી પ્રસિદ્ધ