SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત ગ્રંથ અધ્યાત્મરસિકો માટે એક અનોખો ઉપહાર છે. એક-એક શ્લોકો હૃદયને ઝંકૃત કરી દેવા અને તનને રોમાંચિત કરી દેવા સમર્થ છે. આ ટીકાના માધ્યમે અધિકારી વાચક વર્ગ ગ્રંથના તાત્પર્યને પામીને – પરિણમાવીને ઉત્તરોત્તર વિશુદ્ધતર આત્મપર્યાયોનું પ્રાકટ્ય કરે - જીવન્મુક્તિના આનંદનો આસામી બને એ જ આ સર્જનનું ફળ ઈચ્છું છું. પરમકૃપાળુ કરુણાસાગર શ્રી મહાવીર સ્વામી ભગવાન અને પરમોપકારી ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપાથી આ પ્રબંધ સંપન્ન થયો છે. ભરત ગ્રાફિક્સ - શ્રી ભરતભાઈના પ્રયત્નોથી ટાઈપ સેટિંગ આદિ કાર્ય કુશળતાપૂર્વક પાર પડેલ છે. શ્રુતસર્જનરૂપી આ નિમિત્ત સ્વ-પર-કલ્યાણકારક બને એવી ભાવના સહ... જિનાજ્ઞા વિરુદ્ધ લેખન થયું હોય, તો મિચ્છામિદુક્કડમ્. સંશોધન કરવા માટે બહુશ્રુતોને નમ્ર પ્રાર્થના. પ્રથમવૈશાખ સુદ-૭, વિ.સં. ૨૦૬૬, વરસોલ (નડિયાદ) પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy