________________
રૂછોપનિષત્ શ્લોક-૧૩ : ધન વગેરેની અસમર્થતા ૩૨ दुर]नासुरक्ष्येण नश्वरेण धनादिना । स्वस्थम्मन्यो जनः कोऽपि ज्वरवानिव सर्पिषा ॥१३॥
दुरयेन - देशान्तरगमनादिक्लेशसहस्रेणार्जयितुं शक्येन, असुरक्ष्येण - राजदायादाग्निचौरादिभ्यः सुखेन रक्षयितुमशक्येन, नश्वरेण - यथा तथाऽर्जितरक्षितत्वेऽपि विनाशशीलेन, तथा च पारमर्षम् - अग्गिसाहिए, चोरसाहिए, रायसाहिए,
સમાધાન - ગ્રંથકારશ્રી પોતે જ અહીં સમાધાન આપે છે –
જેનું દુઃખપૂર્વક અર્જન કરાય છે, જેની રક્ષા કરવી સહેલી નથી, જે વિનશ્વર છે, એવા ધન વગેરેથી કોઈ જન પોતાને સ્વસ્થ માને છે. જેમ કોઈ તાવવાળી વ્યક્તિ ઘીથી પોતાને સ્વસ્થ માને. ૧૩ - ધન કમાવા માટે પરદેશગમન વગેરે હજાર લેશોને સહન કરવા પડે છે. વળી ધન કમાયા પછી પણ રાજા, ભાગીદાર, આગ, ચોર વગેરેથી સહેલાઈથી તેનું રક્ષણ કરી શકાતું નથી. વળી ગમે તેમ કરીને ધનનું ઉપાર્જન અને રક્ષણ કરી લેવાય, તો ય તેનો નાશ પામવાનો સ્વભાવ જ છે.
પરમર્ષિએ પણ તે મુજબ કહ્યું છે, કે - ધન અગ્નિસાધ્ય છે (અગ્નિથી નષ્ટ થઈ શકે છે), ચોરસાધ્ય છે, રાજાસાધ્ય છે, મૃત્યુસાધ્ય છે, ભાગીદારસાધ્ય છે,