________________
इष्टोपनिषद्
શ્લોક-૮ : મોહનું ફળ
२३
ज्ञव्यावृत्तस्याज्ञत्वप्रसङ्गो दुर्निवार इति वाच्यम्, ज्ञत्वेना
व्यावृत्तेष्वपि प्रोक्तनियामकप्रयुक्तव्यावृत्त्यनपायात्, अन्यथास्वरूपहानिप्रसक्तेर्वज्रलेपायमानत्वादिति सूक्ष्म
भिहितविधया मीक्षणीयम् ।
ય તેનું સ્વરૂપ - સ્વતંત્ર અસ્તિત્વ ઉત્પન્ન ન થાય.) પૂર્વપક્ષ - સરસ, તો પછી જે જ્ઞપણાથી વ્યાવૃત્ત છે, તે અન્ન બની જાય એવી આપત્તિનું નિવારણ મુશ્કેલ બનશે. આશય એ છે કે જે આત્માને પત્નીથી વ્યાવૃત્ત કરવા પ્રયત્ન કરશો તે અન્ન બની જશે. કારણ કે પત્ની એ જ્ઞ (જ્ઞાની) છે. જ્ઞાનીથી વ્યાવૃત્ત તે જ થઈ શકે કે જે જ્ઞાની ન હોય અજ્ઞાની હોય = જડ હોય. બોલો, છે કાંઈ ખુલાસો ?
=
ઉત્તરપક્ષ - જરૂર છે. ‘જ્ઞપણાથી' વ્યાવૃત્તિ અમે માની જ નથી. અમે તો પૂર્વે કહ્યું તેમ ‘અન્યત્વેન’ વ્યાવૃત્તિ જ માની છે. જે બે વ્યક્તિ ‘જ્ઞત્વન' વ્યાવૃત્ત નથી, તેમનામાં પણ અન્યત્વેન વ્યાવૃત્તિ તો છે જ. જો કે તમને તો અન્યત્વેન વ્યાવૃત્તિ પણ ગમતી નથી. પણ એને સ્વીકાર્યા વિના પૂર્વે કહ્યું તેમ સ્વરૂપની હાનિ (પોતાનું અસ્તિત્વ જ ન રહેવું તે) થવાની આપત્તિ વજ્રના લેપની જેમ રહેલી છે. એ સૂક્ષ્મદષ્ટિથી જોવું જોઈએ.
ო