________________
विसयजलं मोहकलं, विलासविचोअजलयराइन्नं ।
मयमयरं उत्तिन्ना, तारुणमहनवं धीरा ॥४३॥ विषयजलं मोहकलं, विलिासबिब्बोकजलतराकीर्णम् ।
मदमकरमुत्तीर्णा, स्तारुण्यमहार्णवं धीराः ॥४३॥
અર્થ : વિષયરૂપી જળવડે ભરેલા, મોહરૂપી કાદવવાળા, વિલાસ અને હાવભાવરૂપી જળચર જીવોવડે કરીને આ કીર્ણ અને મદ-અભિમાનરૂપી મગરમચ્છવાળા તારૂણ્યરૂપી સમુદ્રને ધીર પુરૂષોજ तय छे.
जवि परिचत्तसंगो, तवतणुअंगो तहावि परिवडइ । महिलासंसग्गीए, कोसाभवणूसियमुणिब्ब ॥४४॥
पद्यपि परित्यक्तसंग, स्तपस्तन्वंगस्तथापि परिपतति । महिलासंसर्गत:, कोशाभवनोषितमुनिवत् ॥४४॥
અર્થ : જોકે સર્વસંગનો ત્યાગ કરનાર, અને તપાદિવડે કૃશ (પાતળા) થયેલા શરીરવાળો પ્રાણી પણ સ્ત્રીયોના સંસર્ગથી, કોશાવેશ્યાના ભવનમાં વસેલા સિંહગુફાવાસી મુનિની પેઠે તપથી અને સંયમથી પતિત થાય છે.