________________
२१८
તરસ લાગવીથી ચિંતવે છતે, ભુખ લાગવાથી ચિંતવે છતે, સામાન્ય માર્ગમાં ચાલવા છતાં ચિંતવે છતે, વિષમ માર્ગમાં ચાલવા છતાં ચિંતવે છતે, નિદ્રામાં ચિંતવે છતે, નિયાણું ચિંતવે છતે, સ્નેહવશે ચિંતવે છતે, વિકારના વશે ચિંતવે છતે, ચિત્તના ડોહોલાણથકી ચિંતવે છતે, કલેશ કરાવવા ચિંતવે છતે, સામાન્ય યુદ્ધને વિષે ચિંતવે છતે, મહાયુદ્ધને વિષે ચિંતવે છતે, સંગ ચિંતવે છતે, સંગ્રહ ચિંતવે છતે, રાજસભામાં ન્યાય કરાવવા ચિંતવે છતે, ખરીદ કરવા વેચવા માટે ચિંતવે છતે, અનર્થદંડ ચિંતવે છતે, ઉપયોગ સહિત ચિંતવે છતે, અનુપયોગે ચિંતવે છતે, માથે દેવું હોય તેના વશ ચિંતવે છતે, વૈર ચિંતવે છતે, તર્કવિતર્ક ચિંતવે છતે, હિંસા ચિંતવે છતે, હાસ્યના વશ થઈ ચિંતવે છતે, અતિહાસ્યના વશ થઈ ચિંતવે છતે, અતિ રોષે કરી ચિંતવે છતે, કઠોર પાપકર્મ ચિંતવે છતે, ભય ચિંતવે છતે, રૂપ ચિંતવે છતે, પોતાની પ્રશંસા ચિંતવે છતે, બીજાની નિંદા કરતા ચિંતવે છતે, --બીજાની ગર્હા કરતા ચિંતવે છતે, ધનાદિક પરિગ્રહ મેળવવાનો ચિંતવે છતે, બીજાને કલેશ આપવાનું ચિંતવે છતે, બીજાને માથે પોતાનું દૂષણ ચઢાવવા ચિંતવે છતે, આરંભ ચિંતવે છતે, વિષયના તીવ્ર અભિલાષથી ચિંતવે છતે, પાપકર્મ અનુમોદવારૂપ ચિંતવે છતે, જીવહિંસાના સાધનોને મેળવવાનું ચિંતવે છતે, અસમાધિએ મરવું એમ ચિંતવે છતે, ગાઢકર્મના ઉદય થકી ચિંતવે છતે, રૂદ્ધિ અભિમાને કરી ચિંતવે છતે, સારા ભોજનના અભિમાને કરી ચિંતવે છતે, સુખના અભિમાને કરી ચિંતવે છતે, અવિરતિ સારી એમ ચિંતવે છતે, સંસાર સુખના અભિલાષ સહિત મરણ કરતાં ચિંતવે છતે, દિવસ સંબંધી અથવા રાત્રી સંબંધી સુતા છતા અથવા જાગતાં છતાં, કોઈપણ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યો હોય તેનો મ્હને