________________
१८४
अह सो जिणभत्तिभरु-च्छंरंतरोमंचकंचुअकरालो । पहरिसपणउम्मीसं, सीमंमि कयंजलीभणइ ॥१२॥
अथ स जिनभक्तिभरोच्छरद्रोमाश्चकञ्चुककरालः । प्रहर्षप्रणयोन्मिश्रं, शीर्षे कृताज्जलिर्भणति ॥१२॥
અર્થ : હવે તીર્થંકરની ભક્તિની સમૂહે કરી ઉચ્છળતાં રૂવાટાંરૂપ બખરે કરી ભયંકર એવો તે પુરૂષ ઘણા હર્ષ અને સ્નેહ સહિત મસ્તકને વિષે બે હાથ જોડી આ પ્રમાણે કહે.
रागदोसारीणं, हंता कम्मठगाइ अरिहंता । विसयकसायारीणं, अरिहंता हुंतु मे सरणं ॥१३॥
रागद्वेषारीऽणां, हन्तार: कर्माऽष्टकाद्यरिहन्तारः । विषयकषायाऽरीणा-महन्तो भवन्तु मम शरणम् ॥१३॥
અર્થ : રાગ અને દ્વેષરૂપ વૈરીઓના હણનાર, અને આઠકર્માદિક શત્રુને સંહારનાર, વિષયકષાયાદિક રિપુઓનો નાશ કરનાર એવા અરિહંત ભગવાનનું સ્વને શરણ હો.