________________
૦ દીક્ષા દાનવીર પૂ. ગુરુદેવશ્રી ! : જેઓશ્રીએ અનેકાનેક મુમુક્ષુઓના જીવનમાં ત્યાગની તમન્ના અને વૈરાગ્યની વેલડી વિકસાવી સંયમની સુરભિ પ્રસરાવી છે.
પ્રેરણામૂર્તિપૂ. ગુરુદેવશ્રી!: પવિત્રતમ પ્રેરણાની પરબ સમાન પૂજ્યશ્રીના પગલાં જ્યાં જ્યાં થતા ત્યાં ત્યાં શ્રદ્ધા, સાત્ત્વિકતા અને શૂરવીરતાના ત્રિવેણી સંગમે શૂન્યમાંથી સર્જન થાય છે. પૂજ્યશ્રીએ ગહનવિષયોને પણ ખૂબ જ પ્રભાવી અને સરળ શૈલીમાં રજૂ કરવા દ્વારા હજારોના અવળા રાહને ફેરવી નાખેલ છે.
• હે અનંત ઉપકારી ગુરુદેવશ્રી!: આપ તો જગતનું જવાહીર, ભારતનું ભૂષણ, ગુજરાતનું ગૌરવ, વસુંધરાનું વાત્સલ્ય, રાયચંદભાઈનું રતન, કંકુબાઈના કોહિનૂર, શાસનના શણગાર, આચારવંતે અણગાર, અમારી જીવન-- નૈયાના નાવિક, અમારા સંયમશિલ્પના શિલ્પી અને અમારી જીવનમંઝીલના સથવાર છો!
૦ હે લોકલાડીલા ગુરુદેવશ્રી 1 : વિક્રમ સંવત ૨૦૫૬ મહાસુદ-૩, મંગળવારની સ્વર્ણિમ સુપ્રભાતે જ્યારે સહસ્રરશ્મિનું પ્રથમકિરણ ધરતીને શણગારવા થનગની રહ્યાં છે. પંખીઓનો મધુર કલરવ વાતાવરણને પુલકિત અને પ્રસન્નતા ભર્યું બનાવી રહ્યાં છે. પ્રાતઃ વંદનાના મંગલ ઘંટારવનું સુમધુર સંગીત ભક્તોના હૈયાને હેલે ચડાવી રહ્યું છે ત્યારે આપશ્રી સંયમજીવનના ૫૦ વર્ષ પરિપૂર્ણ કરી ૫૧ માં વર્ષમાં પાવન પ્રવેશ કરી રહ્યા છો એ મંગલ ઘડીએ અંધકારભર્યા અમઉરમાં આપશ્રીનું કૃપાકિરણનું તેજ પ્રાપ્ત કરી ચૈતન્યના પરમાનંદની કેડી પર પ્રયાણ કરવા કર્તવ્યશીલ બનીએ એજ.... હાદિર્ક ભાવના.
લી. આપશ્રીનો કુપાકાંક્ષી મુ. શીલરત્નવિજયની વંદનાવલી