________________
અગણિત ગુણોના માનસરોવરમાં કલહંસ સામા
પ. પૂ. આ. ભ. શ્રી લલિવરીશ્વરજી મ. સા. બનાસના પાણીની આજુબાજુ ધુમતી ધુમરી લેતી, લીલીછમ અને ધર્મઆરાધનાના જીવંત ધબકારથી ધબકતી બનાસકાંઠાના લોહાણા ગામની ધન્યધરાએ વિ.સ. ૧૯૮૯ના આસો સુદ-૬ ની સોનેરી સુપ્રભાતે પ્રતિષ્ઠા સંપન્ન રાયચંદભાઈ અને ધર્મનિષ્ઠ સુસંકારી કંકુબેનની રત્નકુલીએ એક પુચક્ષણે મહાતેજસ્વી લલાટ અને ભવ્ય મુખમુદ્રા ધરાવતા પુત્રરત્નનું પુનિત અવતરણ થયું. જેથી કુટુંબ પરિવારમાં આનંદની લહેરો લહેરાવવા લાગી અને માતાપિતાએ યથા નામ તથા ગુણાઃ એવું લહેચંદ નામ પાડયું. વિચક્ષણ, કર્તવ્યનિષ્ઠ અને મમતામયી મા એ ધર્મકર્મના મર્મનું સમજણપૂર્વક શિક્ષણ આપી ગુણદીપકમાં અધ્યાત્મતેજનું સિંચન કર્યું. આમ માતા-પિતાએ લહેરચંદને શૈશવકાળથી જ શિષ્ટ સંસ્કારોથી સંસ્કારિત કર્યા. કિશોરવયમાં જ દેવ સંકેતથી આત્મસંશોધનના વિજ્ઞાનની ઝંખના જાગી અને એ ઉત્કટ ભાવના પ.પૂ. આ.ભ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા. અને બાંધવબેલડી પૂ. મુ. શ્રી પ્રેમવિજ્યજી મ. અને પૂ.મુ. શ્રી સુબોધવિજ્યજી મ. ના ગુરૂગમથી વિકાસ પામી અને આત્મવિકાસના અભિયાનમાં પ્રચંડ પુરૂષાર્થનો યજ્ઞ માંડ્યો. વિ.સં. ૨૦૦૬ મહાસુદ-૩ ના દિવસે આત્મમાંગલ્યની કેડીએ પ્રયાણ કરી પંચમપદને ગ્રહણ કરવા દ્વારા પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી બની પૂ. મુનિ શ્રી સુબોધવિજયજી મ. ના ચરણોમાં જીવન સમર્પિત કર્યું.
અસાધારણ વિદ્વતા અને પ્રચંડ પુરૂષાર્થથી મુનિશ્રીએ ન્યાયકરણ, કાવ્ય, તર્ક, સાહિત્ય, જ્યોતિષ, વિગેરેનો વિસ્તૃત અભ્યાસ કર્યો. પૂ. મુનિશ્રીની સમ્યક પ્રેરણાથી થયેલ જિનશાસન પ્રભાવના વિવિધ સત્કાર્યોને, અને અપૂર્વ યોગ્યતાને નિહાળીને જામનગરના શ્રી દેવબાગ જૈન સંઘની વિનંતીથી સંવત ૨૦૩૦ માગસર સુદ-પના શુભ દિવસે ગણિપદવી પ્રદાન કરાઈ.