________________
૨૧૮
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૫
કાયાનું સંઘટત થાય તેથી સ્વસ્થાને બેસીને ત્રણ કાઉસ્સગ્ગ સુધીનું પ્રતિક્રમણ કરે છે. ત્યારપછી વંદન કરવા માટે ગુરુ પાસે આવીને શેષ પ્રતિક્રમણ માંડલીમાં કરે છે. જેથી વંદનની ક્રિયામાં કોઈ સાધુ નિદ્રાળું હોય તો અન્ય સાધુ કંઈક પ્રકાશને કારણે જોઈને તેને જાગ્રત કરી શકે. તેથી કૃતિકરણમાં દોષોની પ્રાપ્તિ થાય નહિ. તે માટે સવારના ત્રણ કાઉસ્સગ્ગ સુધીનું પ્રતિક્રમણ સાધુ પોતાના આસન ઉપર બેસીને કરે છે.
ત્યારપછી પૂર્વની જેમ મુહપતિના પ્રતિલેખનપૂર્વક વંદન આદિ વિધિ પ્રતિક્રમણ સૂત્રના અનંતર કાયોત્સર્ગ સુધી=વંદિતાસૂત્ર પછીના કાયોત્સર્ગ સુધી જાણવી. પૂર્વમાં=પ્રતિક્રમણના પ્રારંભમાં, ચારિત્ર આદિ આચારોની પ્રત્યેકની શુદ્ધિ માટે પૃથફ કાયોત્સર્ગનું કૃતપણું હોવાને કારણે તેઓના સમુદિતોનું પ્રતિક્રમણથી પણ અશુદ્ધોના શોધન માટે આ કાયોત્સર્ગ સંભાવના કરાય છે=સવારના પ્રતિક્રમણમાં ચારિત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચારના ત્રણ પૃથક્ કાઉસ્સગ્ગ દ્વારા ચારિત્રાચાર આદિ ત્રણેયની શુદ્ધિ કરેલી હતી તેથી વંદિત્તસૂત્ર બોલ્યા પછી “આયરિયા ઉવજઝાય' ઇત્યાદિ સૂત્ર બોલીને સવારમાં જે તપચિંતવાણીનો કાઉસ્સગ્ન કરાય છે તે વંદિતાસૂત્ર રૂપ પ્રતિક્રમણથી અતિચારોનું શોધન કરવા છતાં કંઈક અશુદ્ધિ રહી ગઈ હોય તેની શુદ્ધિ માટે આ કાયોત્સર્ગ છે. તે પ્રમાણે સંભાવના કરાય છે. અને આ કાઉસ્સગ્નમાં=સવારના કરાતા તપચિંતવાણીના કાઉસ્સગ્નમાં, શ્રી વીર કૃત છ માસનું–છ માસના તપનું, ચિંતવન સાધુ કે શ્રાવક કરે છે. કઈ રીતે કરે છે ? તે બતાવે છે – હે જીવ ! વીર પ્રભુએ ઉત્કટ છ માસિક તપ કર્યું. તેથી તું કરવા માટે સમર્થ છે કે નહિ ? તો જીવ કહે છે. સમર્થ નથી. તો એક દિવસ ઊણ છ માસિક કરવા માટે સમર્થ છે કે નહિ? તો જીવ કહે છે સમર્થ નથી. આ રીતે બે-ત્રણ-ચાર-પાંચ દિવસ ઊણ છ માસિક કરવા માટે સમર્થ છે? ફરી જીવ કહે છે સમર્થ નથી. તો ૬-૭-૮-૯-૧૦ દિવસ ઊણ કરવા માટે સમર્થ છે કે નહિ ? (આ પ્રમાણે પ્રશ્ન કરે છે.) આ રીતે= પૂર્વમાં કહ્યું એ રીતે, અગિયારથી માંડીને પાંચ દિવસની વૃદ્ધિના ક્રમથી ઓગણત્રીસ દિવસ સુધી ચિંતન કરે છે. એ રીતે પાંચ માસમાં, ચાર માસમાં, ત્રણ માસમાં, બે માસમાં પણ ચિંતન કરે છે. વળી પ્રથમ માસમાં રે જીવ! તું એક માસિક કરવા માટે સમર્થ છો ? જીવ કહે છે સમર્થ નથી. તો એક દિવસ ઊણ (એક માસિક) કરવા સમર્થ છો ? સમર્થ નથી. એ રીતે યાવત્ તેર દિવસ ઊણ કરવા સમર્થ છો ? જીવ કહે સમર્થ નથી. તો ચોત્રીસ ભક્ત કરવા સમર્થ છો ? જીવ કહે સમર્થ નથી. ૩૨=૩૨ભક્ત, ૩૦, ૨૮, ૨૬, ૨૪, ૨૨, ૨૦, ૧૮, ૧૬, ૧૪, ૧૨, ૧૦, ૬, ૪ ચોથભક્ત, કરવા સમર્થ છો. ઈત્યાદિ ચિંતન કરીને જે તપ કરાયેલું છે=પૂર્વમાં કરાયેલું છે. ત્યાં કરણ-ઈચ્છામાં કરીશ એ પ્રમાણે કહેવું જોઈએ. વળી, અન્યથા=કરણની ઈચ્છા ન હોય તો સમર્થ છું પરંતુ આજે મત વર્તતું નથી, એ પ્રમાણે કહેવું જોઈએ. એ રીતે, આયંબિલ, લીવી, એકાસણા આદિમાં જ્યાં મન થાય છે એ પ્રમાણે ત્યાં મનને સ્થાપના કરીને અને કાયોત્સર્ગને પારીને મુખવસ્ત્રિકાના પ્રતિલેખનપૂર્વક વંદન આપીને મનમાં ચિંતન કરાયેલા પ્રત્યાખ્યાનને કરે છે. જે કારણથી દિનચર્યામાં કહેવાયું છે.
સામાયિકઃકરેમિ ભંતે સૂત્ર આદિ બોલીને, છ માસ તપનો કાઉસ્સગ્ગતપચિતવણીનો કાઉસ્સગ્ગ, ઉદ્યોત=પ્રગટ