SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧પ ટીકાર્ચ - તતઃ સૈસપ્રતિમવિધિઃ | ત્યારપછીન્નક્ષેત્રદેવતાનો કાઉસ્સગ્ન કર્યા પછી, પાંચના મંગલરૂપ નવકારને બોલવાપૂર્વક સંડાસાતું=સાંધાઓનું, પ્રમાર્જન કરીને શ્રાવક બેસે છે અર્થાત્ નવકારના સ્મરણપૂર્વક જીવરક્ષાના ઉત્તમ પરિણામવાળા શ્રાવક બેસવાની ક્રિયામાં કોઈ સ્થાને સહસા કોઈ જીવ હોય અને મરે નહિ તેથી પગના બેસવાના સ્થાને પ્રમાર્જના કરીને બેસે છે, જેથી જીવરક્ષાનો પરિણામ અત્યંત જ્વલંત થાય. ત્યારપછી મુખવસ્ત્રિકા અને કાયાનું પ્રતિલેખન કરે છે. જેથી મુખવસ્ત્રિકામાં કોઈપણ સૂક્ષ્મજીવ હોય તો તે પ્રતિલેખનની ક્રિયાથી તેનું રક્ષણ થાય અને કાયાના પચીસ સ્થાનોનું તે રીતે પ્રતિલેખન કરે છે જેથી કાયાની વંદન આદિ ચેષ્ટામાં કોઈ જીવનો વિનાશ થાય નહિ. આ રીતે મુખવસ્ત્રિકા અને કાયાનું પ્રતિલેખન કરીને ગુરુને વંદન આપે છે. બે વંદન આપીને “ઈચ્છામો અણુસદ્ધિ' એ પ્રમાણે બોલીને બે જાતુ પર સ્થિર થઈને કૃતઅંજલિવાળો શ્રાવક ‘નમોડીંતસિદ્ધાચાર્યોપાધ્યાય....' ઇત્યાદિ પૂર્વક નમોડસ્તુ વર્ધમાનાય ઈત્યાદિરૂપ સ્તુતિત્રય બોલે છે અને આ પૂર્વોક્ત વંદનનું દાન ગુરુની આજ્ઞાથી કરાયેલા આવશ્યકનું વિનયવાળા એવા મારા વડે તમારી આજ્ઞાથી પ્રતિક્રાંત કરાયું છે એ વિજ્ઞાપન માટે છે. લોકમાં પણ રાજાદિના આદેશને કરીને પ્રણામપૂર્વક તેઓના આદેશનું કથન કરાય છે એ રીતે અહીં પણ જાણવું. ગુવંજ્ઞાથી પ્રતિક્રમણ કરવાનો પોતે પ્રારંભ કરેલો તે આજ્ઞાથી જ પોતે પ્રતિક્રમણ કર્યું છે તે જણાવવા અર્થે અંતે વંદન આપીને પોતે છ આવશ્યકો કર્યા છે તેનું નિવેદન કરીને હું તમારા અતુશાસનને ઈચ્છું છું એમ કહેવાય છે. અને પોતે ષઆવશ્યકની આરાધના સમ્યફ કરી છે તેના હર્ષની અભિવ્યક્તિ રૂપે અંતે સ્તુતિત્રય બોલે છે. તેથી જેમ લોકમાં રાજાની આજ્ઞાનું પાલન કરીને પછી પ્રણામ કરીને તે આજ્ઞાનું પોતે પાલન કર્યું છે તેનું નિવેદન કરાય છે તેમ ગુણવાન એવા ભાવાચાર્યની અનુજ્ઞાથી પોતે ષઆવશ્યકમય પ્રતિક્રમણ સ્વશક્તિ અનુસાર અપ્રમાદથી કર્યું છે તેનું વંદાપૂર્વક નિવેદન કરાય છે. ત્યારપછી પોતે તેમના અનુશાસનને ઈચ્છે છે તેમ કહીને સતત તેવા ગુણવાન ભાવાચાર્યના અનુશાસનના બળથી હું સંસારસાગર તરવા ઇચ્છું છું એ પ્રકારનો પારર્તવ્યભાવ અભિવ્યક્ત કરાય છે. જેનાથી ભગવાનની આજ્ઞાને પરતંત્ર થવાનો પરિણામ સ્થિર-સ્થિરતર થાય છે અને છ આવશ્યકથી ભાવિત થયેલું ચિત્ત હોવાથી જે પોતાને અત્યંત હર્ષ થયો છે તે હર્ષની અભિવ્યક્તિ રૂપે ત્રણ સ્તુતિ બોલાય છે. અને આ અર્થવાળો આ છે. શું છે ? તે બતાવે છે – અનુશાસ્તિ=ગુવજ્ઞાને, અમે ઈચ્છીએ છીએ અભિલાષ કરીએ છીએ. કઈ અનુશાસ્તિને અમે ઇચ્છીએ છીએ ? એથી કહે છે. પ્રતિક્રમણ કરવું જોઈએ એવા રૂપવાળી અનુશાસ્તિને અમે ઇચ્છીએ છીએ. અને તેને=પ્રતિક્રમણ કરવું જોઈએ તે અનુશાસ્તિને, અમે સ્વઅભિલાષપૂર્વક કરી છે. પરંતુ રાજવેણદિની=રાજવેઠાદિની, જેમ કરી નથી. અને આ પ્રકારે સંભાવનાના વિધાનવાળું ઇચ્છામો અણુસદ્ધિ' એ પ્રમાણે બોલ્યા પછી શ્રી ગુરુના આદેશનું અશ્રવણ હોવાથી અને આ રીતે પ્રતિક્રમણ સંપૂર્ણ થયું અને તે સંપૂર્ણ થવાથી=પ્રતિક્રમણનું
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy