________________
૨૦૪
- ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-ઉપ ગાથાત્રય બોલીને પ્રતિક્રમણથી અશુદ્ધ હોય એવા ચારિત્રના અતિચારોનું. એ પ્રકારનું વચન હોવાથી, પ્રતિક્રમણથી અશુદ્ધ એવા ચારિત્રના અતિચારોની શુદ્ધિ માટે કાયોત્સર્ગની ઇચ્છાવાળા સાધુ કે શ્રાવક, કરેમિ ભંતે ! સામાઈ' ઈત્યાદિ સૂત્રત્રય બોલીને કાયોત્સર્ગ કરે છે. અને સર્વ ધર્મઅનુષ્ઠાન સમતાના પરિણામમાં સ્થિતનું સફલ છે. એથી સામાયિકસૂત્ર પ્રતિક્રમણની આદિમાં, મધ્યમાં અને અવસાતમાં ફરી ફરી તેની સ્મૃતિ માટે ઉચ્ચારાતું=સમભાવની સ્મૃતિ માટે ઉચ્ચારાતું, કરેમિ ભંતે સામાયિક સૂત્ર ગુણવૃદ્ધિ માટે જ છે.
પ્રતિક્રમણની ક્રિયામાં પ્રથમ કરેમિ ભંતે' સૂત્ર ભગવાનાં આદિ સૂત્ર દ્વારા નમસ્કાર કરીને પ્રતિક્રમણના પ્રારંભમાં અતિચારની આઠ ગાથાના કાઉસ્સગ્ન કરતા પૂર્વે બોલાય છે. બીજું ‘કરેમિ ભંતે' સૂત્ર વંદિતાસૂત્ર બોલતી વખતે નવકાર બોલ્યા પછી તરત બોલાય છે. અને ત્રીજું કરેમિ ભંતે=અંતિમ કરેમિ ભંતે' સૂત્ર ચારિત્રાચારની શુદ્ધિના કાયોત્સર્ગ કરતા પહેલાં બોલાય છે. તે પ્રથમદ્વિતીય-તૃતીય કરેમિ ભંતે સૂત્ર અનુક્રમે પ્રતિક્રમણની આદિમાં, મધ્યમાં અને અંતમાં બોલાતું સામાયિકના પરિણામની સ્મૃતિ માટે છે. જેથી પ્રતિક્રમણની ક્રિયા દરમિયાન સમભાવના પરિણામમાં અખ્ખલિત પ્રયત્ન થાય.
અને કહે છે -
“આદિ કાઉસ્સગ્નમાં=પ્રથમ કાઉસ્સગ્નમાં, સામાયિકસૂત્ર કરીને=પ્રતિક્રમણની ક્રિયામાં અતિચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ન કરતા પૂર્વે સામાયિકસૂત્ર બોલીને, પ્રતિક્રમણ કરતો શ્રાવક, તો=ત્યારપછી બીજું કેમ કરે છે–વંદિતાસૂત્ર બોલતા પૂર્વે બીજી વખત કરેમિ ભંતે સૂત્ર કેમ બોલે છે ? અને વળી કાઉસ્સગ્નમાં=બે લોગસ્સનો કાઉસ્સગ્ગ કરતા પૂર્વે, ત્રીજું કરેમિ ભંતે સૂત્ર કેમ બોલે છે ?” iળા
તેનો ઉત્તર આપતાં કહે છે – “સમભાવમાં સ્થિત આત્મા કાયોત્સર્ગ કરીને ત્યારપછી પ્રતિક્રમણ કરે છે. (માટે બીજી વખત સામાયિકસૂત્ર બોલે છે.) અને એ રીતે જ સમભાવમાં સ્થિતને ત્રીજું પણ સામાયિકસૂત્ર કાઉસ્સગ્નમાં કરાય છે=બે લોગસ્સનો કાઉસ્સગ્ન કરતા પૂર્વે સામાયિકસૂત્ર બોલાય છે.” રાજી
“સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધમાં, ઉપદેશપ્રદાનમાં અને સ્તુતિપ્રદાનમાં, સંતગુણ કીર્તનમાં પુનઃઉક્ત દોષ થતાં નથી.” II (આવશ્યકનિયુક્તિ ૧૬૯૫-૯૭)
પ્રતિક્રમણમાં પ્રથમ સામાયિકસૂત્ર બોલ્યા પછી બીજી વખત સામાયિકસૂત્ર કેમ બોલાય છે અને ત્રીજી વખત કેમ બોલાય છે તેવી શંકા પ્રથમ ગાથામાં કરી. તેનો ઉત્તર આપતાં કહે છે. સમભાવમાં સ્થિત આત્મા કાઉસ્સગ્ન કર્યા પછી પ્રતિક્રમણ કરે છે અર્થાત્ અતિચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ગ કર્યા પછી જ્યારે વંદિત્તસૂત્ર આદિ બોલવાથી પ્રતિક્રમણ કરે છે તે પ્રતિક્રમણ કરતા પૂર્વે પોતાનો સમભાવ સ્થિર થાય માટે ફરી બીજી વખત ‘કરેમિ ભંતે' સામાયિક સૂત્ર બોલાય છે. અને જે રીતે પ્રતિક્રમણ કરતા પૂર્વે સમભાવનો પરિણામ સ્થિર કરવો આવશ્યક છે એ રીતે જ સમભાવમાં સ્થિર થવાને માટે જ ત્રીજી વખત પણ કાઉસ્સગ્ન કરતા પૂર્વે કરેમિ ભંતે સૂત્ર બોલાય છે. અહીં પ્રશ્ન થાય