________________
૧૯૬
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫ બોલી રહ્યો છે. આ પ્રકારે દૃઢ પ્રણિધાનપૂર્વક જે શ્રાવક પ્રસ્તુત આલોચના સૂત્ર બોલે છે, તે શ્રાવકને તે આલોચન સૂત્રના ઉચ્ચારણકાળમાં જ ‘નાણુંમિ’ ઇત્યાદિ ગાથા દ્વારા ચિંતવન કરાયેલા સર્વ અતિચારો મેં ભાવાચાર્યને કહ્યા છે અને તે અતિચારો જ ઉત્સૂત્રાદિરૂપ છે અને તેનું હું મિથ્યાદુષ્કૃત આપું છું તેવો અધ્યવસાય થાય છે. જે શ્રાવકે તે પ્રકારના અધ્યવસાય કરવામાં કુશળતાને પ્રાપ્ત કરેલ છે તે શ્રાવકનું તે દુષ્કૃત પ્રાયઃ આલોચનાકાળમાં જ અવશ્ય નાશ પામે છે અને સર્વવિરતિને અનુકૂળ બળસંચય થાય તેવું સીર્ય આલોચનાકાળમાં જ ઉલ્લસિત થાય છે, આમ છતાં દૃઢ પ્રણિધાનપૂર્વક આલોચના કરવી અતિદુષ્કર છે. આથી કોઈક આનાલોચિત પાપ રહી ગયેલ હોય તેવી સંભાવનાથી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા અર્થે સંક્ષેપથી તે અતિચારોનું સ્મરણ કરીને ‘સવ્વસવિ દેવસિઅ’ સૂત્ર બોલે છે અને ગુરુને કહે છે કે મનવચન-કાયાથી મેં જે કોઈ અતિચાર સેવ્યા છે તેનું મને પ્રાયશ્ચિત્ત આપો. અને તે વખતે ભાવાચાર્ય તેને પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત આપે છે. તેવી ઉપસ્થિતિ થાય છે. અર્થાત્ દસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી પ્રતિક્રમણ નામનું જે બીજું પ્રાયશ્ચિત્ત છે તે શુદ્ધિ ક૨વા અર્થે ભાવાચાર્ય તેને આપે છે, તેવી બુદ્ધિ થાય છે. અને ત્યારપછી તે પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત શ્રાવક વંદિત્તાસૂત્રથી કરે છે જે આગળમાં બતાવાશે અને પ્રતિક્રમણ મિથ્યાદુષ્કૃત આદિ રૂપ જ છે.
અને કહેવાયું છે.
“૧. પ્રતિક્રમણ, ૨. પ્રતિચરણા, ૩. પ્રતિહરણા, ૪. વારણા, ૫. નિવૃત્તિ, ૬. નિંદા, ૭. ગર્હા, ૮. શોધિ પ્રતિક્રમણ આઠ પ્રકારે થાય છે. તેથી પ્રતિક્રમણ મિથ્યાદુષ્કૃત આદિ રૂપ અનેક પ્રકારનું છે એમ અન્વય છે.”
ટીકા ઃ
प्रथमप्रायश्चित्तं त्वालोचनारूपं प्राक्कृतमेव, गुरवः संज्ञादिना प्रायश्चित्तं ददते नतु पडिक्कमह भाषन्ते इत्युक्तं दिनचर्यायाम्, तथा च तद्गाथा
“गंभीरिमगुणनिहिणो, मणवयकाएहिं विहिअसमभावा ।
पडिक्कमहत्ति न जंपइ, भांति तं पड़ गुरू रुट्ठा ।।१।। " [ यतिदिन. २०]
रुष्टा इव भणन्तीत्यर्थः ततो विधिनोपविश्य समभावस्थितेन सम्यगुपयुक्तमनसाऽनवस्थाप्रसङ्गभीतेन पदे पदे संवेगमापद्यमानेन दंशमशकादीन् देहेऽगणयता श्राद्धेन सर्वं पञ्चपरमेष्ठिनमस्कारपूर्वं कर्म कर्त्तव्यमित्यादौ स पठ्यते समभावस्थेन च प्रतिक्रमितव्यमित्यतः सामायिकसूत्रं भण्यते, तदनन्तरं दैवसिकाद्यतीचाराणामोघालोचनार्थं 'इच्छामि पडिक्कमिउं जो मे देवसिअ अइआरो कओ' इत्यादि भण्यते तदनु श्राद्धप्रतिक्रमणसूत्रं पठ्यते, यावत् 'तस्स धम्मस्स' इति साधुस्तु सामायिकसूत्रानन्तरं मङ्गलार्थं 'चत्तारि मङ्गलं' इत्यादि भणति, तत ओघतोऽतीचारालोचनार्थं 'इच्छामि पडिक्कमिउं' इत्यादि, विभागालोचनार्थं तु तदनु ईर्यापथिकीम्, ततश्च शेषाशेषातीचारप्रतिक्रमार्थं मूलसाधुप्रतिक्रमणसूत्रं' पठति, आचरणादिनैव चेयं भिन्ना रीतिः प्रतिक्रमणसूत्रं च तथा भणनीयम्, यथा