________________
૧૯૪
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬પ “પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ પણ અત્યંતર તપ છે.” liા.
શ્રાવક છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારના અભ્યતર તપના સ્વરૂપને સૂક્ષ્મ રીતે જાણવા સદા યત્ન કરે છે અને જાણીને સદા સ્થિર કરવા યત્ન કરે છે અને ત્યારપછી શક્તિ અનુસાર બાહ્ય અને અત્યંતર તપ સેવીને સંવર અને નિર્જરાની વૃદ્ધિ થાય તે પ્રકારે શક્તિ અનુસાર યત્ન કરે છે. તે પ્રકારની ઉચિત આચરણા દિવસ દરમિયાન સમ્યક્ થઈ છે કે નહિ તેનું સ્મરણ પ્રસ્તુત ગાથાથી કરીને તપાચારની સ્કૂલનાની શુદ્ધિ કરવા યત્ન કરે છે.
“અનિગૃહીત બલવીર્યવાળો જે શ્રાવક જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે ઉપયોગવાળો પરાક્રમ કરે છે. અને યથાશક્તિ વીર્યને જ્ઞાનાચાર આદિમાં યોજન કરે છે તે વીર્યાચાર જાણવો.” (દશ વૈ.નિ. ૧૮૧, ૧૮૪, ૧૮૨, ૧૮૫, ૧૮૬, ૪૭, ૪૮, ૧૮૭)
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. શ્રાવક જ્ઞાનાચાર આદિ ચાર આચારો શક્તિના પ્રકર્ષથી સેવીને સર્વવિરતિની શક્તિનો સંચય કરવા યત્ન કરે છે ત્યારે ૧. પોતાના શરીરની શક્તિ અને ૨. ક્રિયા દ્વારા ભાવ-નિષ્પત્તિને અનુકૂળ વીર્યશક્તિ તે બંનેને ગોપવ્યા વિના દરેક અનુષ્ઠાનોમાં જે પ્રમાણે ઉપયોગપૂર્વક અનુષ્ઠાન કરવાથી ગુણનિષ્પત્તિ થાય તે પ્રમાણે ઉપયુક્ત થઈને અનુષ્ઠાનમાં યથાશક્તિ સદ્વર્ય પ્રવર્તાવે છે. તેથી શક્તિને ગોપવ્યા વગર સર્વવિરતિને અનુકૂળ શક્તિસંચય થાય તે રીતે જ્ઞાનાદિ ચાર આચારોમાં વીર્યને પ્રવર્તાવે છે તે વીર્યાચાર છે.
મનથી આ અતિચારોનું ચિંતવન શ્રાવક કરે છે. અને શ્રી ગુરુ સમક્ષ આલોચના માટે સંકલન કરે છે=અતિચાર ક્રમસર સ્મૃતિમાં ઉપસ્થિત કરે છે. અન્યથા=કાયોત્સર્ગ દરમિયાન તે પ્રકારે અતિચારોનું ચિંતવન અને સંકલન ન કરે તો, તે સમ્યફ ન થાય=તે કાયોત્સર્ગ સમ્યફ ન થાય. દિ=જે કારણથી, લોકમાં પણ રાજાદિને કંઈ પણ વિજ્ઞપ્ય હોય તે મનથી સંપ્રધારણ કરીને અથવા કાગળ આદિમાં લખીને વિજ્ઞાપન કરાય છે, તેમ શ્રાવકે પણ અતિચારોનું ચિંતવન કરીને ગુરુ પાસે પ્રકાશન કરવું જોઈએ એમ યોજન છે. ત્યારપછી=કાયોત્સર્ગમાં અતિચારની આઠ ગાથાનું ચિંતવન કર્યા પછી, નમસ્કારપૂર્વક કાયોત્સર્ગ પારીને ચર્તુવિંશતિ સ્તવ બોલે છે. ત્યારપછી જાનુના પાછળના ભાગમાં પિંડિકા આદિની પ્રાર્થના કરીને અને બેસીને ગુરુના વંદન માટે મુખવસ્ત્રિકા અને કાર્ય બંનેના પણ પ્રત્યેક પચીસ પ્રકારે પ્રતિલેખના કરીને=મુખવસ્ત્રિકાનું પચીસ પ્રકારે પ્રતિલેખન કરીને અને કાયાનું પચીસ પ્રકારે પ્રતિલેખન કરીને, પૂર્વમાં કહેલ વિધિથી વંદન આપે અને આ વંદન કાયોત્સર્ગમાં અવધારણ કરાયેલા અતિચારોના આલોચન માટે છે.
વસ્તુતઃ કાયોત્સર્ગમાં અતિચારોનું સ્મરણ કરીને સ્થાપનાચાર્ય દ્વારા ઉપસ્થિત કરેલા ભાવાચાર્યને સાક્ષાત્ ગુરુ રૂપે ઉપસ્થિતિમાં લાવીને વિવેકી શ્રાવક હું તેમની આગળ મારા અતિચારોનું નિવેદન કરું છું તે પ્રકારનો અધ્યવસાય કરે છે. તે અધ્યવસાય કરવા અર્થે તેમને નિવેદન કરવા પૂર્વે ભાવાચાર્યને વંદન કરવાં જોઈએ. તથા તે વંદનની ક્રિયામાં કોઈ જીવની હિંસા ન થાય તેવો દયાનો પરિણામ કરવાથું મુખવસ્ત્રિકા