________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૫
૧૭૯
ચૌદશ ગ્રહણ કરી છે ત્યાં પાક્ષિક નથી અને જ્યાં પાક્ષિક છે ત્યાં ચૌદશ નથી તે આ પ્રમાણે – “આઠમ અને ચૌદશમાં ઉપવાસ કરવો જોઈએ. એ પ્રમાણે ‘પાક્ષિકચૂર્ણિ’માં છે. અને સાગરચંદ્ર અને કમલામેલાએ પણ સ્વામી પાસે=તેમનાથ ભગવાન પાસે, ધર્મ સાંભળીને ગૃહીત અણુવ્રતવાળા શ્રાવકો થયા. ત્યારપછી સાગરચંદ્ર આઠમ અને ચૌદશમાં શૂન્યઘરોમાં, સ્મશાનમાં એક રાત્રિ પ્રતિમામાં રહે છે.” “તે આઠમ અને ચૌદશના ઉપવાસ કરે છે. ‘આઠમે અને ચૌદશે' અરિહંતોને અને સાધુઓને વંદન કરવું જોઈએ.” એ પ્રમાણે આવશ્યકચૂર્ણિમાં છે. અને “બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ હોતે છતે આઠમ, ચૌદશ, જ્ઞાનપંચમી, પર્યુષણ અને ચોમાસીમાં ચતુર્થભક્ત=ઉપવાસ, છઠ, અટ્ઠમ ન કરે તો પ્રાયશ્ચિત્ત છે.” એ પ્રમાણે મહાનિશીથ અધ્યયન-૧માં છે. એ પ્રમાણે પાક્ષિક કૃત્યથી ઉપલક્ષિત ચૌદશ શબ્દ પ્રતિપાદક અક્ષરો છે. માટે પાક્ષિક પ્રતિક્રમણ ચૌદશમાં જ થાય, પૂનમમાં નહિ એ પ્રકારનો અભિપ્રાય છે.
અને
આઠમ, પક્ષ=પક્ખી, ચઉમાસ=ચૌમાસી, વરિસ=સંવચ્છરીમાં ક્રમસર ઉપવાસ, છઠ, અટ્ઠમ કરવો જોઈએ. અને એ પ્રમાણે વ્યવહારભાષ્યના છટ્ઠા ઉદેશામાં છે. પક્ષનું અષ્ટમી અને માસનું પક્ખી જાણવું. ઇત્યાદિ વ્યાખ્યાઓમાં, વૃત્તિમાં અને ચૂર્ણિમાં=પૂર્વમાં વર્ણન કર્યું એ સર્વ વ્યાખ્યાઓમાં, વૃત્તિમાં અને ચૂર્ણિમાં પાક્ષિક શબ્દથી ચૌદશ જ વ્યાખ્યાન કરાય છે. તેથી ચૌદશ અને પાક્ષિકનું ઐક્ય છે એ પ્રમાણે નિશ્ચય થાય છે. અન્યથા વળી=ચૌદશ અને પાક્ષિકનો ભેદ કરી કથન કરવામાં આવે તો કોઈક સ્થાનમાં બંનેનું પણ ગ્રહણ થાય જ=ચૌદશ અને પાક્ષિક એ બંનેનું સ્વતંત્ર ગ્રહણ થાય જ, પરંતુ સ્વતંત્ર ગ્રહણ નથી માટે ચૌદશ જ પાક્ષિક પ્રતિક્રમણનો દિવસ છે. વળી પૂર્વમાં ચૌમાસી કે સંવચ્છરી પ્રતિક્રમણ પૂર્ણિમા અને પંચમીમાં કરાતાં હોવા છતાં પણ=કાલિકાચાર્યના પ્રસંગ પૂર્વે ચૌમાસી પ્રતિક્રમણ પૂનમે થતું હતું અને સંવચ્છરી પ્રતિક્રમણ પાંચમે થતું હતું તોપણ કાલિકાચાર્યની આચરણાથી ચૌદશ અને ચતુર્થીમાં=ચૌમાસી પ્રતિક્રમણ ચૌદશમાં અને સંવચ્છરી પ્રતિક્રમણ ચોથમાં કરાય છે. અને આ=ચૌમાસી પ્રતિક્રમણ ચૌદશમાં અને સંવચ્છરી પ્રતિક્રમણ ચોથમાં કરાય છે એ, પ્રામાણિક છે; કેમ કે સર્વસંમતપણું છે=કાલિકાચાર્ય પછીના બધા આચાર્યોએ સ્વીકારેલું છે અને કલ્પભાષ્યમાં કહેવાયેલું છે.
“અશઠથી કોઈના વડે ક્યાંય જે અસાવઘ સમાચીર્ણ છે=આચરાયેલું છે, અન્ય વડે નિવારણ કરાયેલું નથી એ આચરિત બહુજનને સંમત્ત છે.” ।।૧।।
‘કૃતિ' શબ્દ કલ્પભાષ્યના ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અને ધ્રુવ-અધ્રુવના ભેદથી બે પ્રકારનું પ્રતિક્રમણ છે, ત્યાં=ધ્રુવ-અધ્રુવના ભેદથી બે પ્રકારના પ્રતિક્રમણમાં, ભરતક્ષેત્ર, ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને ચરમ તીર્થંકરનાં તીર્થોમાં ધ્રુવ પ્રતિક્રમણ છે. અર્થાત્ અપરાધ થાય કે ન થાય ?=કોઈ શ્રાવક સાધુ દિવસ દરમિયાન નિરતિચાર પંચાચારનું પાલન કરે તો અપરાધ ન થાય. અને કોઈ અતિચાર લાગે તો અપરાધ થાય પરંતુ ઉભયકાલ