________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪
૧૬૯
“પિતાને, માતાને, બાળકોને, ગર્ભિણી ગર્ભવતીને, વૃદ્ધને, રોગીને પ્રથમ ભોજન આપીને ઉત્તમપુરુષોએ સ્વયં ભોજન કરવું જોઈએ.” III
“અને ધારણ કરાયેલા સર્વ ચતુષ્પદોની અને મનુષ્યોની ચિંતા કરીને ધર્મને જાણનાર સ્વયં ભોજન કરે. અન્યથા નહિ.” પૂરા
અને સાભ્યનું લક્ષણ પાંત્રીસ ગુણોમાં કહેવાયું જ છે= પ્રથમ પ્રસ્તાવમાં ગૃહસ્થતા પાંત્રીસ ગુણો બતાવ્યા તેમાં સાભ્યનું લક્ષણ કહેવાયું જ છે. અને આ રીતે=સામ્યથી ભોજન કરે એમ કહ્યું એ રીતે, લીલ્યના પરિહારથી અભક્ષ્ય, અનંતકાયાદિ, બહુસાવદ્ય વસ્તુના વર્જનપૂર્વક યથાગ્નિબલને પોતાની સુધા, અનુરૂપ ભોજન કરે. વળી નીતિશાસ્ત્રમાં આ પ્રમાણે કહેવાયું છે.
“અધૌત મુખ-હસ્તાંઘિવાળો નહિ ધોએલા મુખ-હસ્ત-પગવાળો, અને નગ્ન, મલિન વસ્ત્રવાળો, ડાબા હાથથી ઉપાડેલી થાળીવાળો ક્યારેય ભોજન કરે નહિ.” [૧
“એક વસ્ત્રથી અવિત=એક વસ્ત્રથી યુક્ત, અર્ધવસ્ત્રથી વીંટળાયેલ મસ્તકવાળો, અપવિત્ર, અતિગર્ધ વિચક્ષણ ભોજન કરે નહિ.” રા
જોડા સહિત, વ્યગ્રચિત્તવાળો, કેવલભૂમિકામાં રહેલો, પલંગમાં રહેલો, વિદિશા કે દક્ષિણ દિશામાં મુખવાળો=વિદિશા કે દક્ષિણ દિશા સન્મુખ રહેલો, કુશ મુખવાળો ભોજન કરે નહિ.” ૩.
આસનમાં રહેલા પગવાળો, કૂતરા-ચંડાલો વડે નિરીક્ષણ કરાતો, અને પતિત પતિત જીવોથી નિરીક્ષણ કરાતો અને ભિન્ન=ભાંગેલા, અને મલિન પણ ભાજનમાં ભોજન કરે નહિ.” Ir૪ :
“અમેધ્યના સંભવવાળું અશુચિના સંભવવાળું, ભૂણાદિ ઘાતક એવા જીવો વડે જોવાયેલું, રજસ્વલા સ્ત્રીથી સ્પર્શાયેલું, ગાય-કૂતરા-પક્ષીઓ વડે સૂંઘાયેલું ભોજન કરે નહિ.” પII
“અજ્ઞાત આગમવાળું અજ્ઞાત પાસેથી આવેલું, અજ્ઞાત, ફરી ગરમ કરેલું અને ચબચબા શબ્દથી યુક્ત મુખના વિકારવાળો ભોજન કરે નહિ.” fi૬IL.
“આહ્વાનથી ઉત્પાદિત પ્રીતિવાળો=ભોજન અર્થે બોલાવવા દ્વારા ઉત્પાદન કરાયેલ પ્રીતિવાળો, કર્યું છે દેવના નામનું સ્મરણ એવો પુરુષ સમાન પૃથ્વીમાં, સ્થિર આસનમાં અનતિઊંચાપણાથી બેઠેલો ભોજન કરે, એમ અવય છે.” liા
માતા, સાસુ, અંબિકા, જામિ, ભાર્યા, પત્ની આદિ વડે આદરથી રંધાયેલું પવિત્ર અને યુક્તિવાળા જીવોથી પીરસવામાં હોશિયાર એવા જીવો વડે અપાયેલું, જન નહિ હોતે છતે ભોજન કરે.” IIટા
આ શ્લોક-૯-૧૦માં અશુદ્ધિ છે તેથી લખ્યા નથી. અને
“અંગમર્દન, નીહાર, ભાર ઉલ્લેપ=ભાર ઉપાડવો, ઉપવેશન=બેસી રહેવું અને સ્નાન આદિને ભોજન કરીને કેટલોક કાળ બુદ્ધિમાન કરે નહિ.” II૧૧TI.