________________
૧૬૭
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪ તેવું સારૂપીને જણાય તો સારૂપી તેઓને તે ધર્માચાર્યને સોંપે છે. તેથી આ દિબંધની મર્યાદા ગુણવાન ગુરુ અને ગુણવાન શિષ્યએ શું ઉચિત પ્રવૃત્તિ કરવી ? તેને આશ્રયીને છે. આથી જ કોઈક રીતે નિર્ગુણગુરુને પામેલા હોય તે અંગારમર્દકના શિષ્યોએ જેમ તે ગુરુનો ત્યાગ કર્યો તેમ ગુણના અર્થ એવા શિષ્યો તે ગુરુનો ત્યાગ પણ કરે છે. તેથી સારૂપી થયા પછી પણ જો ગુરુ ગુણવાન નથી અથવા પોતાને યોગમાર્ગમાં પ્રવર્તાવવા માટે સમર્થ નથી તેવું જણાય તેને આશ્રયીને પ્રસ્તુતમાં બતાવેલ મર્યાદા નથી પરંતુ સામાન્યથી ગુણવાન ગુરુ હોય અને કોઈક સારૂપી થયેલ હોય અને કોઈક રીતે ફરી દીક્ષા લેવાનો પરિણામ થાય ત્યારે શું શાસ્ત્રમર્યાદા છે તે આભવવ્યવહારની અપેક્ષાએ પ્રસ્તુતમાં બતાવેલ છે.
વળી, ગૃહસ્થ=દીક્ષા છોડીને થયેલ ગૃહસ્થ, બે પ્રકારના છે. મુંડિત અને સશિખ. અને તે મુંડિત અને સશિખ એવા બે પ્રકારના પણ ગૃહસ્થ પૂર્વાચાર્યના છે–પૂર્વાચાર્યના દિબંધવાળા છે અને જેઓ તેના વડે–દીક્ષા છોડી ગૃહસ્થ થયેલા વડે, ઉપ્રવજ્યા પછી ત્રણ વર્ષની અંદરમાં બોધ કરાવીને મુંડન કરાયા છે તેઓ, પૂર્વાચાર્યના છે=પૂર્વાચાર્યના દિબંધવાળા છે અને કહે છે.
જે વળી ગૃહસ્થ મુંડ અથવા અમુંડ છે–દીક્ષા છોડેલ ગૃહસ્થ કુંડ છે અથવા અમુંડ છે. ત્રણ વર્ષની અંદર પ્રવ્રજ્યા આપે. અને સ્વયં ગ્રહણ કરે, સર્વ પૂર્વાચાર્યના થાય.” ૧/
એ પ્રમાણે પ્રસક્ત-અનુપ્રસક્તથી સર્યું. અને અહીં ઉપયોગી સાધુનિમંત્રણભિક્ષાગ્રહણાદિનો વિશેષ અતિથિસંવિભાગવ્રતના અધિકારમાં કહેવાયેલો જ છે. અને આ સુપાત્રદાન દિવ્યદારિકાદિ અભીષ્ટ સુખસમૃદ્ધિના સામ્રાજ્યાદિના સંયોગની પ્રાપ્તિપૂર્વક શીધ્ર નિર્વાણપદ પ્રાપ્તિ ફલવાળું છેઃ સુપાત્રદાન સદ્ગતિઓની પરંપરા દ્વારા મોકલવાળું છે, જે કારણથી કહેવાયું છે.
“અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન, કીર્તિદાન. બંને પણ મોક્ષફલવાળાં કહેવાયાં છે અભયદાન અને સુપાત્રદાન બંને પણ મોક્ષફલવાળા કહેવાયા છે. ત્રણેય પણ અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન ત્રણેય પણ ભોગાદિને આપે છે. અર્થાત્ જેઓ ષટ્યાયનું પાલન કરે છે તેવા સુસાધુ અભયદાન આપે છે. વિવેકસંપન્ન શ્રાવકો ગુણવાન પાત્રોને ગુણવાન રૂપે જાણીને સુપાત્રદાન આપે છે. તે બંને દાન સંયમના પરિણામથી સંવલિત હોવાને કારણે મોક્ષફલવાળાં છે. વળી, જેઓ સ્વજનાદિ સાથે કે પરિચિત સાથે સંબંધ હોવાને કારણે તેઓનાં દુઃખ દૂર કરવાર્થે ઉચિતદાન કરે છે. વળી, જેઓ કોઈક કીર્તિના અર્થી છે. છતાં સારા પાત્રોમાં દાન કરે છે, તેઓ તે દાનમાં કંઈક શુભભાવને કારણે ભોગાદિ પ્રાપ્ત કરે છે. સુપાત્રદાન સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષફલવાળું છે તેમ પૂર્વ સાથે સંબંધ છે.”
વળી પાત્રતા=સુપાત્રદાનના વિષયભૂત ભક્તિ યોગ્ય જીવોમાં વર્તતી પાત્રતા આ પ્રમાણે કહેવાય છે=આગળમાં બતાવાશે એ પ્રમાણે કહેવાય છે.
ઉત્તમપાત્ર સાધુ છે અને મધ્યમપાત્ર શ્રાવક કહેવાયો છે સુશ્રાવક કહેવાયા છે. અવિરત સમ્યગ્દષ્ટિ જઘન્ય પાત્ર જાણવું.” IIII.
અને તે પ્રમાણે કહે છે–પૂર્વમાં ત્રણ પાત્રો બતાવ્યાં તે સુપાત્ર છે, તેઓને કહે છે.