________________
૧૬૨
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૪ છે. વળી સાધુતા અભાવમાં=ભોજન કરતા પૂર્વે આહાર ગ્રહણ કરવાથું સાધુની ઉપસ્થિતિના અભાવમાં વળી વાદળા વગરની વૃષ્ટિની જેમ સાધુનું આગમન જો થાય તો હું કૃતાર્થ થાઉં એ પ્રમાણે દિશાનું આલોકન કરે=સાધુ કોઈ આવી રહ્યા છે કે નહિ, આવતા હોય તો નિમંત્રણ કરી વહોરાવું એ પ્રકારના અભિલાષથી દિશાનું અવલોકન કરે છે. અને તે પ્રમાણે કહેવાયું છે.
જે સાધુને કોઈક રીતે અપાયું નથી તેને શ્રાવક વાપરતા નથી. ભોજન સમયને પ્રાપ્ત કરે છતે દ્વારનું આલોકન કરવું જોઈએ. અર્થાત્ કોઈ સાધુ આવે છે કે નહિ એ પ્રકારના અભિલાષથી દ્વારનું આલોકન કરે.” IIII
વળી દાનક્રિયાના અવસરમાં ઉત્સર્ગ-અપવાદ આ પ્રમાણે છે. “સંસ્તરણ હોતે છત=સાધુના સંયમનો નિર્વાહ હોતે છતે, અશુદ્ધ દાન ગ્રહણ કરનારા અને આપનારા બંનેને પણ અહિત છે. આતુરના દષ્ટાંતથી તે જ અશુદ્ધ દાન જ, અસંસ્તરણમાં હિત છે=સંયમના અનિર્વાહમાં હિત છે.” (શ્રાદ્ધદિનકૃત્ય-૧૭૫).
સંસ્કરણમાં=પ્રાસુક એષણીય આહારાદિની પ્રાપ્તિમાં, સાધુના સંયમનો નિર્વાહ થયે છતે બેતાલીસ દોષથી દૂષિત અશુદ્ધ આહારાદિ બંનેને પણ=ગ્રહણ કરનાર સાધુને અને આપનારા શ્રાવકને અહિત છે; કેમ કે સંસારની પ્રવૃદ્ધિ હોવાથી અને અલ્પ આયુષ્યનું હેતુપણું હોવાથી અપથ્ય થાય. જે કારણથી આગમ છે.
“જે સાધુ જે તે પ્રમાણે પ્રાપ્ત થયેલા આહાર-ઉપાધિ આદિને ગ્રહણ કરે છે, સાધુના ગુણથી મુક્ત યોગવાળા તે સંસારના પ્રવર્ધક કહેવાયા છે. માટે ગ્રહણ કરનાર સાધુને અશુદ્ધભિક્ષા અહિત છે. એમ પૂર્વના કથન સાથે સંબંધ છે.” ||૧||
હવે દાયકને અશુદ્ધ દાન કઈ રીતે અલ્પ આયુષ્યપણાનો હેતુ છે તે સ્પષ્ટ કરે છે. “હે ભગવન્ ! જીવો ક્યાં કર્મોથી અલ્પ આયુષ્યપણાને બાંધે ? હે ગૌતમ ! પ્રાણનો અતિપાત કરવાથી અલ્પ આયુષ્યપણું થાય છે. મૃષાવાદ કરવાથી અલ્પ આયુષ્યપણું થાય છે. તેવા પ્રકારના શ્રમણ અથવા માહણને સુસાધુને, અમાસુક, અષણીય, અશન-પાનખાદિમ-સ્વાદિમ વડે પ્રતિલાભન કરવાથી=વહોરાવવાથી, થાય છે=અલ્પ આયુષ્યપણું થાય છે. આ પ્રમાણે જીવો અલ્પ આયુષ્યપણાથી કર્મ બાંધે છે.” (ભગવતી સૂત્ર-૨૦૩) ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અને આ રીતે=પૂર્વમાં કહ્યું એ રીતે ઉત્સર્ગથી બંનેને પણ=ભિક્ષા લેનાર સાધુ અને ભિક્ષા આપનાર શ્રાવક બંનેને પણ, દોષદુષ્ટ અહિત જ કહેવાયું=અશુદ્ધ ભિક્ષા અહિત જ કહેવાઈ. વળી, અપવાદથી આતુર=રોગી, તેના દષ્ટાંતથી અસંસ્મરણમાં હિત છે એમ અત્રય છે. જે પ્રમાણે રોગીની કોઈપણ અવસ્થાને આશ્રયીને પથ્ય પણ અપથ્ય થાય છે. વળી કોઈ અવસ્થાને આશ્રયીને અપથ્ય પણ પથ્થ થાય છે. આ રીતે=રોગીના દષ્ટાંતમાં બતાવ્યું એ રીતે, અહીં=શ્રાવકના દાનમાં, તે જ અશુદ્ધ પણ ગ્રહીતુ અને દાતુનું=સાધુ અને શ્રાવકનું હિત થાય=અવસ્થાનું ઉચિતપણું હોવાથી પથ્ય થાય. ક્યારે પથ્થ થાય ? એથી કહે છે. અસંતરણમાં=દુભિક્ષ-ગ્લાનાદિ અવસ્થામાં સંયમનો