________________
- ૧૪૫
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ વર્ણન કરાયેલા માતા-પિતાના ધર્માનુગત મનોરથોને સવિશેષથી પૂરવા એ કર્તવ્ય જ છે. અને અત્યંત દુપ્રતિકાર એવા તેઓમાં=પિતા આદિમાં, અહંદુ ધર્મના સંયોજન વગર=ભગવાનના શાસનની પ્રવૃત્તિમાં પિતા આદિના સંયોજન વગર અન્ય પ્રત્યુપકારનો પ્રકાર નથી. અને તે પ્રમાણે સ્થાનાંગ સૂત્ર છે=માતા-પિતાનો ઉપકાર દુષ્પતિકાર છે તે પ્રમાણે સ્થાનાંગ સૂત્ર છે.
હે આયુષ્યમાન શ્રમણ ! ત્રણ દુષ્પતિકાર છે. તે આ પ્રમાણે – ૧. માતા-પિતાનો ૨. ભર્તાનો ૩. ધર્માચાર્યનો.” (સ્થાનાંગ સૂત્ર-૩-૧-૧૩૫) ઈત્યાદિ સમગ્ર પણ આલાપક વાચ્ય છે સ્થાનાંગ સૂત્રનો સંપૂર્ણ આલાવો ગ્રહણ કરવો.
હવે માતા વિષયક ઔચિત્યમાં વિશેષને કહે છે. “જે કારણથી સ્ત્રીસ્વભાવસુલહસ્ત્રીસહજસ્વભાવ પરાભવને વહન કરતી નથી=માતા સહન કરતી નથી. તે કારણથી ફક્ત તે પુત્ર, અપ્રતિપતિત ભાવાનુવૃત્તિને સવિશેષ કરે છે=માતાના ભાવોનું અનુસરણ વિશેષથી કરે છે.” liા .
ઉપરના ઉદ્ધરણના શ્લોકમાં સવિશેષ” એ પ્રમાણે કેમ કહ્યું ? એથી કહે છે. પિતાથી માતાનું પૂજ્યપણું છે–પિતાથી પણ અધિક માતા પૂજ્ય છે. તેથી માતાની ભાવાનુવૃત્તિ સવિશેષથી કરે છે. વળી જે કારણથી “મનું કહે છે. તે કારણથી માતા અધિક પૂજ્ય છે એમ અવય છે.
“દસ ઉપાધ્યાય=એક આચાર્ય. ૧૦૦ આચાર્ય=એક પિતા, વળી હજાર પિતા એક માતા. એથી ગૌરવથી ઉત્તરઉત્તરના અધિક છે.” I૧u (મનુસ્મૃત્તિ-૨-૧૪૫).
આ પણ=ઉચિત વર્તન, સહોદરમાં=ભાઈમાં, ઉચિત છે. જે કારણથી પોતાના સમાન આને=ભાઈને, નિઅઈ=જુએ છે. અથવા કનિષ્ઠ પણ=નાનોભાઈ પણ, સર્વ કાર્યોમાં જ્યષ્ઠને=મોટાભાઈને બહુ માને છે.” IટL.
ઉદ્ધરણના શ્લોકમાં રહેલ નિઝનો અર્થ કરે છે. નિઃજુએ છે. “નિ =જ્યેષ્ઠ ભ્રાતા=મોટાભાઈ, પિતા તુલ્ય છે તેની જેમ=પિતાની જેમ, મોટાભાઈને માને છે અને
પઢોભાવને બતાવે નહિ=પૃથફભાવને બતાવે નહિ. સદ્ભાવને કહે. તેને પૂછે છે અને વ્યવહારમાં પ્રવર્તે છે=ભાઈને પૂછીને વ્યવહારમાં પ્રવર્તે છે. થોડું પણ દ્રવ્ય છુપાવતો નથી=ભાઈથી છુપાવીને પોતાનું રાખતો નથી.” II
ઉદ્ધરણના શ્લોકના કેટલાક શબ્દો સ્પષ્ટ કરે છે. પ્રવર્તે છે=વ્યવહારમાં પ્રવર્તે છે પરંતુ અવ્યવહારમાં પ્રવર્તતો નથી. નિગૂહન કરે છે=દ્રોહબુદ્ધિથી છુપાવતો નથી પરંતુ સંકટમાં નિર્વાહ અર્થે ધતનિધિને કરે જ છે=ધનતા સંગ્રહને કરે જ છે. અર્થાત્ ભાઈની સાથે વિવેકપૂર્વક ઉચિત વ્યવહાર કરવાથી ક્લેશની અપ્રાપ્તિ થાય તેના માટે ધર્મી શ્રાવકે શું કરવું જોઈએ ? તે બતાવતાં કહે છે. પોતે જુદો છે તે પ્રકારનો ભાવ ભાઈને ક્યારેય બતાવે નહિ અને વ્યવહારમાં સર્વત્ર સર્ભાવથી તેને કહે. તેને પૂછીને ઉચિત વ્યવહારમાં પ્રવૃત્તિ કરે પરંતુ અનુચિત વ્યવહારમાં ભાઈ કહે તોપણ પ્રવર્તે નહિ. અને દ્રોહબુદ્ધિથી થોડું પણ ધન ભાઈથી છુપાવે નહિ પરંતુ ભાઈ વિવેકસંપન્ન ન હોય તો સંકટ સમયે નિર્વાહ માટે ભાઈથી ગુપ્ત રાખીને પણ ધનનો સંચય કરે છે.