________________
ધર્મસંગ્રહ ભાગ-૫ | સંકલના
આ
જીત
ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-પની
સંકલના
જે શ્રાવક શક્તિ અનુસાર બાર વ્રતોને સ્વીકારે છે અને પ્રતિદિન જિનપૂજાદિ કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે તે શ્રાવક પોતાની ભૂમિકા અનુસાર અપ્રમાદથી યત્ન કરે તો અવશ્ય ક્રમે કરીને મહાશ્રાવક બને છે અને તેવા શ્રાવકે આશાતનાના પરિવાર માટે અને દેવદ્રવ્યાદિના રક્ષણ માટે શું કરવું જોઈએ તે વિષયક વિસ્તારથી ચર્ચા પ્રસ્તુત ભાગમાં કરેલ છે. વળી કેવી રીતે વિવેકપૂર્વક ગુરુવંદન કરવું જોઈએ તેનો વિસ્તારથી વિધિ બતાવેલ છે. શક્તિ અનુસાર પચ્ચખાણ શ્રાવક કરે ત્યારે કેવા પ્રકારના વિવેકની અપેક્ષા છે તેનું પણ કંઈક વર્ણન પ્રસ્તુત ગ્રંથમાં છે. ધર્મોપદેશ સાંભળતી વખતે શું ઉચિત વિધિ છે તેનું પણ વર્ણન પ્રસ્તુત ગ્રંથમાં કરેલ છે. વળી, વિવેકી શ્રાવક સુપાત્રદાન આપે તેના વિષયમાં પણ ક્યા પ્રકારનો વિવેક આવશ્યક છે તેનું પણ વર્ણન કરેલ છે. વળી, જે શ્રાવકો પ્રતિક્રમણ કરતાં હોય તેઓની પ્રતિક્રમણની વિધિ, તેના વિષયક ઉચિત વિવેકનું કંઈક વિસ્તારથી વર્ણન પ્રસ્તુત વિભાગમાં છે. તેથી દેવસિઅ પ્રતિક્રમણની વિધિનો, રાઈ પ્રતિક્રમણની વિધિનો અને પાક્ષિક પ્રતિક્રમણની વિધિનો સંગ્રહ પ્રસ્તુત વિભાગમાં છે.
આ સર્વ અનુષ્ઠાન કરવાની શક્તિ જેઓમાં નથી તેઓ પણ તીવ્ર અભિલાષપૂર્વક વારંવાર પ્રસ્તુત ગ્રંથનું વાંચન કરશે અને વિચાર કરશે કે મારામાં તેવી શક્તિ આવે જેથી વિધિપૂર્વક શ્રાવકધર્મ સેવીને હું સંસારનો ક્ષય કરું તેવા પણ યોગ્ય જીવો પ્રસ્તુત ગ્રંથના ભાવનથી ઘણા કર્મોનો ક્ષય કરશે.
છબસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ જો કોઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
આસો સુદ-૧પ (શરદપૂર્ણિમા), વિ. સં. ૨૦૬૮, તા. ૨૯-૧૦-૨૦૧૨, સોમવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪