________________
૧૪૨
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩ અને ઋજુ જીવોનો ઉપહાસ=સરળ જીવોનો ઉપહાસ લોકવિરુદ્ધ છે. ગુણવાનનો મત્સર, કૃતધ્ધપણું, બહુજન વિરોધીઓ સાથે સંગતિ=મિત્રતા, જનમાન્ય પુરુષોની અવજ્ઞા, ધર્મીઓની અથવા સ્વજનોની આપત્તિમાં તોષકશક્તિ હોતે છતે તેનો અપ્રતિકાર=ધર્મીજનની કે સ્વજનની આપત્તિના નિવારણ માટેનો અપ્રયત્ન, દેશાદિ ઉચિત આચરણાનું ઉલ્લંઘન, ધન આદિના અનુસારથી અતિઉદ્ભટ, અતિ મલિન વેશાદિનું કરણ, એ વગેરે પૂર્વમાં વર્ણન કર્યું એ વગેરે, લોકવિરુદ્ધ આ લોકમાં અપકીર્તિ આદિને કરનાર છે જેને વાચકમુખ્ય કહે છે –
“સર્વ ધર્મચારીઓનો લોક ખરેખર આધાર છે તે કારણથી લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધનો ત્યાગ કરવો જોઈએ.” II૧ાા (પ્રશમરતિ-૧૩૧)
અને તેના ત્યાગમાં=લોકવિરુદ્ધના ત્યાગમાં, લોકોનો અનુરાગ અને સ્વધર્મના નિર્વાહરૂપ ગુણ થાય છે અને કહે છે –
“આમને પરિહાર કરતો=લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધને પરિહાર કરતો, સર્વજનને વલ્લભ થાય છે. વળી મનુષ્યનું જગવલ્લભપણું સમ્યક્તરૂપ મોક્ષનું બીજ છે=સમ્યક્ત ઉચિતપ્રવૃત્તિઓથી પ્રાપ્ત થાય છે અને ઉચિતપ્રવૃત્તિ કરનારા જીવો જગવલ્લભ બને છે. માટે સમ્યક્ત રૂપ મોક્ષનું બીજ જગવલ્લભપણું છે.”
અને હવે ધર્મવિરુદ્ધ આ પ્રમાણે છે. મિથ્યાત્વકૃત્ય મિથ્યાત્વની પુષ્ટિ કરે એવા અસમંજસ કૃત્યો, ગાય આદિને નિર્દય તાડન-બંધનાદિ=દયા રહિત ગાય આદિને મારવું, વગેરે અને નિરાધાર એવાં જ અને માંકડ આદિને તડકામાં નાખવાં, મસ્તકમાં મહાકંકતનો ક્ષેપરજૂ વગેરેના નાશ માટેના ઔષધનો ક્ષેપ. લિક્ષાસ્ફોટનાદિકલીખ આદિને મારી નાખવાં, ઉનાળાના કાલમાં ત્રણ અને શેષનાલમાં બે જાડા-મોટા ગળણાથી સંખારાદિને સત્યાપનાદિ યુક્તિથી=બચાવવાના ઉપાયથી પાણી ગાળવામાં સમ્યફ અપ્રવૃત્તિ તે ધર્મવિરુદ્ધ છે, એમ અવય છે. વળી ધાન્ય, બળતણ, શાક, તાંબૂલ, ફલાદિના શોધતાદિમાં સમ્યફ અપ્રવૃત્તિ-જીવરક્ષાને અનુકૂળ અપ્રવૃત્તિ ધર્મવિરુદ્ધ છે. અક્ષતનતોડ્યા વગર સોપારી, ખારેક, વાયુ, ઓલિ, લૂક આદિનો મુખમાં ક્ષેપ કરવો, એ ધર્મવિરુદ્ધ છે; કેમ કે તોડ્યા વગર આખી સોપારી આદિમાં જીવોની સંભાવના રહે છે. તળથી અથવા ધારાથી જલાદિનું પાન ધર્મવિરુદ્ધ છે; કેમ કે તળ કે ધારાથી પીતી વખતે સૂક્ષ્મ ત્રસાદિ જંતુ પાણીની સાથે મુખમાં જવાની સંભાવના રહે છે. રાંધવામાં, ખાંડવામાં, પીસવામાં, ઘર્ષણમાં, મળ-મૂત્ર, શ્લેખ-કોગળા આદિના ત્યાગમાં અને જલ તાંબૂલાદિના ત્યાગાદિમાં સમ્યફ અયતના ધર્મવિરુદ્ધ છે. ધર્મકૃત્યોમાં અનાદર, દેવ-ગુરુ અને સાધર્મિકાદિમાં વિદ્વેષ ઇત્યાદિ ધર્મવિરુદ્ધ છે અને દેવદ્રવ્યનો પરિભોગ, ગુરુદ્રવ્યનો પરિભોગ અને સાધારણ દ્રવ્યનો પરિભોગ ધર્મવિરુદ્ધ છે. સિદ્ધર્મજીવોની સાથે સંસર્ગ=અધર્મીજીવોની સાથે સંબંધ ધર્મવિરુદ્ધ છે. ધાર્મિક જીવોનો ઉપહાસ ધર્મવિરુદ્ધ છે. કષાય બાહુલ્ય=સંસારની જીવન પ્રવૃત્તિઓમાં અસમંજસ કષાયની પ્રવૃત્તિ ધર્મવિરુદ્ધ છે. બહુ દોષવાળી વસ્તુનો ક્રય-વિક્રય=ઘણા આરંભ-સમારંભવાળી વસ્તુનો વ્યાપાર ધર્મવિરુદ્ધ છે. ખરકમાં=હિંસક કૃત્યોમાં અને પાપમય અધિકાર આદિમાં પ્રવૃત્તિ, એ વગેરે ધર્મવિરુદ્ધ છે. દેશાદિ વિરુદ્ધોનું પણ ધર્મવાળાથી આચરણામાં