________________
૧૩૧
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ પ્રમાણે પ્રાપ્ત થયું. સૂરિ કહે છે. કેવલ તે જ વંદ્ય નથી=કેવલ ઉત્તરગુણસેવી વંદ્ય છે તેવું નથી પરંતુ મૂલગુણ પ્રતિસેવી પણ સાલંબન સહિત વંદનીય છે. કેવી રીતે આલંબન સહિત મૂલગુણ પ્રતિસેવી વંદનીય છે ? એથી કહે છે.
અધોસ્થાનમાં રહેલો પણ પ્રાવચનિક ગચ્છના અનુગ્રહ માટે અઘરમાં–આત્યંતિક કારણની ઉપસ્થિતિમાં, કૃતયોગી જે સેવે છે તે આદિ નિગ્રંથની જેમ પૂજ્ય છે=પુલાક નિગ્રંથની જેમ તે પૂજ્ય છે.” (બૃહત્કલ્પભાષ્ય૪૫૨૫).
બૃહત્કલ્પભાષ્યની ગાથાના કેટલાક શબ્દનો અર્થ કરે છે. પ્રાવચતિક આચાર્ય ગચ્છના અનુગ્રહ માટે અધરમાં આત્યંતિક કારણ ઉત્પન્ન થયે છતે, કૃતયોગી=શક્ય ઉપાય કર્યા છે તેવા ગીતાર્થ જે અપવાદ સેવે છે તે પૂજ્ય છે એમ અત્રય છે.
કટકને કરતો પણ સેનાને મંથન કરતો પણ, કૃતકરણવાળો પુલાક દોષને પ્રાપ્ત કરતો નથી. અલ્પ દ્વારા અલ્પ વ્યય દ્વારા બહુને ઈચ્છે છેઃઘણા સંયમને ઇચ્છે છે, વિશુદ્ધ આલંબનવાળો શ્રમણ છે.” (બૃહત્કલ્પભાષ્ય૪૫૨૬) દૃષ્ટાંત સહિત ફલિતને કહે છે – તુચ્છ આલંબનવાળો=અપુષ્ટ આલંબનવાળો અને નિરાલંબનવાળો દુર્ગતિમાં પડે છે. સાલંબન-નિરાલંબન સેવતારમાં હંઆ, દષ્ટાંત છે. (બૃહત્કલ્પભાષ્ય-૪૫૩૧) આથી જ
દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપવિનય જેમાં=જે પાસત્થામાં જેટલું જિનપ્રજ્ઞપ્ત જણાય તેને તેટલા ભાવથી ભક્તિથી પૂજે.” (બૃહત્કલ્પભાષ-૪૫૫૩)
આ રીતે પ્રસક્ત-અનુપ્રસક્તથી સર્યું. સંબંધગાથાના જ શેષઅર્થને અમે કહીએ છીએ= બૃહત્કલ્પભાષ્યની ગાથા-૪૫૪૪. મુથુરા વોર્જી ના શેષઅર્થને અમે કહીએ છીએ. અને ચરણકરણ દ્વારા પ્રકર્ષથી ભ્રષ્ટ, ત્યાર પછી પૂર્વની સાથે કંઠ કરવો-મુક્તધુરા સમપ્રકટસેવી એ રૂપ
શ્લોકના પૂર્વાર્ધની સાથે ચરણકરણ પ્રભ્રષ્ટનો કંઠ સમાસ કરવો. આવા પ્રકારના લિંગઅવશેષ માત્રમાં=કેવલ દ્રવ્યલિંગયુક્ત સાધુમાં, જે કંઈ પણ કરાય છે તે વળી અમે કહીએ છીએ. “પુનઃ” શબ્દ વિશેષણ અર્થવાળો છે. શું વિશેષ બતાવે છે ? તે કહીએ છીએ. કારણની અપેક્ષાએ=કારણને આશ્રયીને જે કરાય છે=જે વંદન આદિ કરાય છે તે અમે કહીએ છીએ. વળી કારણના અભાવના પક્ષમાં પાસત્થા આદિને વંદન કરવાના કારણના અભાવના પક્ષમાં, પ્રતિષેધ કરાયો જ છે=વંદન કરવાનો નિષેધ કરાયો જ છે. તે શું કરાય છે ?=કારણને આશ્રયીને જે વંદન કરાય છે તે શું કરાય છે ? એથી કહે છે.
વાચાથી નમસ્કાર=હું વંદન કરું છું એ પ્રકારે ઉચ્ચારણ કરાય છે અથવા હસ્તનો ઉત્સ=બે હાથ જોડીને નમસ્કાર કરાય છે અથવા શીશ નમન, સંપૂચ્છન=શરીરની શાતાદિનું પૃચ્છન, અંછણં=શરીરની વાર્તા પૂછીને ક્ષણભર