________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨
૧૦૫
છે. વળી તેમાં અસમર્થ એકાસણા આદિ પચ્ચકખાણ કરવામાં અસમર્થ, જ્યાં સુધી પચ્ચખાણ કરવામાં સમર્થ હોય ત્યાં સુધી પોરિસી આદિનું પચ્ચખાણ કરે છે. તેની ઉપરમાં ગ્રંથિ સહિત આદિ કરે છે.
અને ગ્રંથિ સહિત નિત્ય અપ્રમત્તતાનું નિમિત્તપણું હોવાને કારણે મહાલવાળું છે અને કહેવાયું છે. “જે નિત્ય અપ્રમત્ત છે તેઓ ગાંઠ સહિતની ગાંઠને આ ગાંઠને છોડીને હું આહારાદિ કરીશ એ પ્રકારની ગાંઠને, બાંધે છે. તેઓ વડે સ્વગ્રંથિમાં=પોતાના આત્મામાં, સ્વર્ગ-અપવર્ગ સુખ નિબદ્ધ છે.” III
વિસ્મરણરહિત ધન્ય નિત્ય નવકાર ગણીને કર્મગ્રંથિ સહિત પોતાના કર્મોની ગાંઠ સહિત, ગ્રંથિ સહિત=પચ્ચખ્ખાણની ગ્રંથિ સહિત, એવી ગ્રંથિને=વસ્ત્રની ગાંઠને, છોડે છે.” રા.
જો શિવપુરના અભ્યાસને ઈચ્છો છો તો અહીં અભ્યાસ કરો. ગ્રંથિ સહિત પચ્ચખાણને કરો છો. આનું ગ્રંથિ સહિત પચ્ચખાણનું અનશન તુલ્ય પુણ્ય સમયના જાણકારો કહે છે. Imain (યતિદિનચર્યા ૫૬-૫૮)
જે મહાત્માઓ અનશનના પરિણામના અર્થી છે, તેથી સંજ્ઞાઓથી પર થવા અર્થે આહાર સંજ્ઞાના વર્જનના પરિણામવાળા છે, તેઓ ગ્રંથિ સહિત પચ્ચખાણ ગ્રહણ કરે છે. જેથી ગાંઠ બાંધેલી હોય
ત્યાં સુધી મારે આહાર વાપરવો નહિ તેવો વિશિષ્ટ અધ્યવસાય કરીને પોતાના અણાહારીભાવને પુષ્ટ કરે છે અને વિસ્મરણ રહિત કલ્યાણના અર્થી જીવો નવકાર બોલીને ગ્રંથિને છોડે છે. ત્યારે અણાહારીભાવ કરવાના વલણવાળા હોવાથી કર્મગ્રંથિની ગાંઠને પણ ઢીલી કરે છે અને જેઓ મોક્ષપથના અભ્યાસના અર્થી છે તેઓ આ રીતે આહારસંજ્ઞાના પરિવારનો અભ્યાસ કરે છે. તેથી તેવા જીવોને અણાહારીભાવ પ્રત્યે બદ્ધરાગ હોય છે. માટે શાસ્ત્રકારો અનશન સરખું પુણ્ય તેઓને પ્રાપ્ત થાય છે તેમ કહે છે.
રાત્રે ચાર પ્રકારના આહારના પરિહારપૂર્વક, એક સ્થાનમાં બેસવાપૂર્વક=દિવસે એક સ્થાનમાં બેસવાપૂર્વક, તાંબૂલ આદિ ગ્રહણ કરે પછી મુખશુદ્ધિ કરવાની વિધિથી ગ્રંથિ સહિત પચ્ચકખાણનું પાલન કરતા હોય અને એકવાર ભોજન કરતા હોય તેઓને એક મહિનામાં ૨૯ જલ વગરના ઉપવાસ થાય અને બે વાર ભોજન કરતા હોય તેઓને ૨૮ જલ વગરના ઉપવાસ થાય. એમ વૃદ્ધો કહે છે; કેમ કે જેઓ એકવાર ભોજન કરે છે અને ગ્રંથિ સહિત શેષકાળમાં દિવસે તાંબૂલ આદિ વાપરે છે અને મુખશુદ્ધિ કરીને ફરી ગાંઠ બાંધીને પચ્ચખાણમાં આવે છે તેઓને ભોજન અને તાંબૂલ આદિનો કાળ રોજ બે ઘડીનો સંભવે. તેથી એક મહિનામાં ૨૯ દિવસ ચઉવિહાર ઉપવાસ પ્રાપ્ત થાય. અને બે વખતના ભોજનમાં ચાર ઘડીના ભોજનના કાળનો સંભવ હોવાને કારણે ૨૮ ચઉવિહારા ઉપવાસ થાય છે. જે કારણથી પદ્મચરિત્રમાં કહેવાયું છે.
“અનંતરથી બે વખત જે નિયોગથી નક્કી, વાપરે છે તે મહિનામાં ૨૮ ઉપવાસને પ્રાપ્ત કરે છે.” III “હવે એક પણ મુહૂર્ત ચાર આહારનો મહિના સુધી જે=વ્યક્તિ, ત્યાગ કરે છે તેને પરલોકમાં ઉપવાસનું ફલ થાય છે.” ||રા